ગાયકવાડ પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરીટેજ ગરબામાં વડોદરાના જાણીતા સ્થળોનો ગરબો તૈયાર કરાયો : લિમયે ગૃપ ધૂમ મચાવશે

બોલીવુડ ના જાણીતા શહનાઇ વાદક ગજાનંદ સાળુંકે  નવરાત્રિના નવ દિવસ  સૂર રેલાવશે  : ગરબાની આવક મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયને ડોનેટ કરાશે : મહિલાઓ ના ઉત્થાન માટે વપરાશે 

વડોદરા- મિ.રિપોર્ટર, ૧૧મી સપ્ટેમ્બર. 

દેશભરમાં ૨૯મી સપ્ટેમ્બર નવલી નવરાત્રી નો ધમાકેદાર પ્રારંભ થશે. એમાય ગુજરાતમાં નવરાત્રીની ભારે ધૂમ રહે છે. ગુજરાત જ નહિ પણ દેશ વિદેશમાં વડોદરા ના તાલબદ્ધ અને લયબદ્ધ ગરબા ભારે પ્રચલિત છે. જેમાં આ  વખતે રાજવી પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજવી પરિવાર સંચાલિત મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા પ્રથમ વખત નવરાત્રિ પેલેસ હેરીટેજ ગરબાનું નવલખી મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે.

મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયના ઉપપ્રમુખ રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, રાજવી પરિવાર અને અમારી 105 વર્ષ જુની સંસ્થા દ્વારા તા.29-9-019 થી તા.7-9-019 સુધી પ્રથમ વખત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન સ્ત્રી ઉદ્યોગાલયમાં તૈયાર થનારી ચિજવસ્તુઓને રોયલ ફેબલ્સનું એક્ઝીબિશન (પ્રદર્શન મેળો)નું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવમાં આવનારી આવક મહિલાઓના ઉત્થાન માટે ખર્ચ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિના નવ દિવસે સચિન લિમયે ગૃપ ગરબાની રમઝટ જમાવશે. આ ગરબામાં ફિલ્મોમાં શહનાઇના સૂર રેલાવનાર મુંબઇના જાણીતા શહનાઇ વાદક ગજાનંદ સાળુંકે સૂર રેલાવશે. લિમયે ગૃપ દ્વારા રાજવી પરિવાર દ્વારા 100 વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવેલી સયાજી ગરબાવલી બુકમાંથી વડોદરાના જાણીતા સ્થળોનો સમાવેશ કરતા ગરબામાંથી એક ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. જે ગરબો નવરાત્રિ મહોત્સવમાં રમઝટ જમાવશે.

Leave a Reply