જાણીતી અભિનેત્રીએ ખોલી શર્ટની ચેઇન, તો તરત જ તેની થઇ ધરપકડ…

www.mrreporter.in

બોલીવુડ-મી.રિપોર્ટર, ૨૪મી ફેબ્રુઆરી. 

પોતાની સીરીયલ ના નામો અને સાસુ- વહુ ની ગ્લેમરસ સીરીયલો બનાવીને કરોડો કમાનારી ટોલીવુડ અને OTT પ્લેટફોર્મ ની ક્વીન એકતા કપૂર વધુ એકવાર ચર્ચામાં છે. આ વખતે તે તેના આગામી શો `લોક અપ’  ના લીધે સતત ચર્ચામાં છે.  આ શો નો એક  પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં એક જાણીતી અભિનેત્રી તેના શર્ટની ચેઇન ખોલતી જોવા મળી રહી છે. આ કૃત્ય કરવા બદલ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પૂનમ પાંડે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પૂનમ પાંડે ખુલ્લેઆમ તેના શર્ટની ચેન ખોલી રહી છે. પછી તેની ધરપકડ કરવામાં આવે છે અને લોક-અપમાં મૂકવામાં આવે છે. પૂનમ પાંડે પર અત્યંત હોટ હોવાનો આરોપ છે. આ વીડિયો એકતા કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- ‘હૉટ હોવાને કારણે પકડાઇ ગઇ પૂનમ પાંડે. 27 ફેબ્રુઆરીથી લૉક અપ જુઓ.’

લોક અપમાં 15 થી 16 સ્પર્ધકોને લોક અપમાં બંધ કરવામાં આવશે. જેમણે શોની હોસ્ટ કંગના રનૌતના નિયમોનું પાલન કરવું પડશે. પૂનમ પાંડે સિવાય અન્ય કેટલાક સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. જેમાં મુનાવર ફારૂકી, નિશા રાવલ અને કરણ મહેરાનું નામ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  બોલ્ડ  પૂનમ પાંડે માત્ર  તેની હરકતોના લીધે જ નહિ પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેણે પતિ સેમ બોમ્બે પર હુમલાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે સેમની ધરપકડ કરી હતી.  દરરોજ તે કેટલીક એવી બોલ્ડ તસવીરો શેર કરે છે જે તેના ફેન્સનું ધ્યાન ખેંચે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply