વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના નામે ફેક ID બનાવી ભેજાબાજે લોકો પાસે પૈસા માંગતા ખળભળાટ

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી-વડોદરા, મી.રિપોર્ટર, 5મી ફેબ્રુઆરી. 

દેશમાં ટેકનોલોજીના વધી રહેલા ક્રેઝ અને ઉપયોગના લીધે હવે સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એમાંય સોશિયલ મીડિયા પાર ફેક આઈડી  બનાવીને પ્રેમમાં ફસાવીને બ્લેકમેલ કરવા , પૈસા ઠગવા તેમજ સ્ત્રી – પુરુષની છબીને હાનિ પહોચવાડવાની સતત ઘટનાઓ બની રહી છે. આવા હવે  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નામે ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ફેસબુક આઈડી બનાવીને લોકો પાસેથી રૂપિયા માગવાની ઘટનાની જાણ થતાં ફેક આઈડી બનાવનારા સામે ફરિયાદની નોંધાવવામાં આવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવવામાં આવ્યું હોવાની ઘટના બહાર આવી છે.  ફેક આઈડી બનાવીને અસામાજિક તત્વો એ  રાજકારણી નેતાનો ફાયદો મેળવવા માટે ફેસબુક પર રાજેંદ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે આઈડી બનાવ્યુ હતું.  પછી  તેમના નામે  લોકોને મેસેજ કરી પૈસા માંગ્યા હોવાનુ ધ્યાને આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવનારા સામે પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી છે.  સમગ્ર ઘટના અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર મારું ફેક આઈડી બનાવીને મારી પ્રતિભા બગાડવાનું કાવતરું છે. સુખચંદ ચૌધરી નામના શખ્સે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. મારા નામે કાર્યકરો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા.

આ મામલે DCP (ક્રાઈમ) જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, તેમણે ફેસબુકને પત્ર લખ્યા બાદ આ ફેક એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ઓક્ટોબરમાં પણ એક ભેજાબાજે ભાજપના એમએલએ સીમા મોહિલેનું ફેસ એકાઉન્ટ બનાવ્યું હતું તેમના મિત્રોને પણ ફ્રેન્ડલિસ્ટમાં ઉમેર્યા હતા.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.