વિશ્વાસ સદૈવ ધવલ, શ્વેત હોવો જોઇએ,અંધ નહિ, શિતલ હોવો જોઇએ,ઉગ્ર નહિ અને અચલ હોવો જોઇએ : મોરારીબાપુ

faith-should-always-be-white-white-not-blind-should-be-cool-not-harsh-and-unwavering-moraribapu

બદરીનાથધામની વ્યાસગુફાથી ૮૯૭મી રામકથાનો આરંભ  : વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ :  આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે.

વડોદરા- એજયુકેશન, મી.રિપોર્ટર, ૨૧મી જુન.

વ્યાસ આદિ કવિ પુંગવ નાના;
જિન્હ સાદર હરિ સુજસ બખાના.
બ્યાસ આદિ કવિબર્જ બખાની;
કાગભુશુંડિ ગરુડ કે હીકી.

આ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને ઉત્તરાખંડનાં હિમાલયની અતિ ઊંચાઇ પર ભગવાન બદરીનાથ ધામની પુરાતન વ્યાસગુફાનાં સાનિધ્યમાં માણા ગામ ખાતે કોરોનાનાં નિયમોના ચુસ્ત પાલન સાથે ક્રમમાં ૮૯૭મી રામકથાના પ્રારંભે અમેરીકા સ્થિત નિમિત્તમાત્ર યજમાન નરેશ પટેલ-ઉષાબેન પટેલ પરિવાર તેમજ જ્યોતિષ પીઠાધિશ અને દ્વારિકા પીઠાધિશ્વર શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનાં શિષ્ય મુકુલાનંદજી બ્રહ્મચારી ગુજરાતના સંતરામ મંદિરના મહંતનાં પ્રતિનિધિઓ,બદરી-કેદારનાથજીનાં મહંત પિતાંબરદાસજી,મંદિર ઉપાધ્યક્ષ કિશોર પવાર,માણાગામનાં મુખિયા અનેક સંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય બાદ બાપુએ જણાવ્યું કે લગભગ ૧૪ વરસ બાદ મહર્ષિ વેદવ્યાસજી,ભગવાન બદરી વિશાલ,સરસ્વતીજી અલકનંદાજીના સંગમ અને આદિ શંકરાચાર્યજીની કૃપાથી વ્યાસપીઠને આવવાનું સૌભાગ્ય સાંપડ્યું.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

બદરીનાથમાં માનસ નર-નારાયણ પર બોલવુ હતું આ વ્યાસનો વિસ્તાર,તો માનસ વ્યાસ ગુફા વિષય પર સંવાદ રચીશું.રામચરિતમાનસમાં ત્રણ વખત વ્યાસ શબ્દનો ઉલ્લેખ થયો છે. અહીં નવ દિવસમાં આ નવ વ્યાસ શબ્દ પર ગુરુકૃપાથી સંવાદ કરીશું.જેમાં:વ્યાસ વિદ્યા-આપણે ત્યાં બ્રહ્મ વિદ્યા,વેદ વિદ્યા,અધ્યાત્મ વિદ્યા છે,વ્યાસવિદ્યા અનટચ રહી ગઇ છે!ગુરુકૃપા બોલશે,મારા તો હોઠ હલશે! વ્યાસ વિવેક-મહાભારત,ભાગવત,બ્રહ્મસૂત્ર..જ્યાંથી મળે.
વ્યાસવિચાર-પૂજ્ય પાંડુરગદાદાએ આ ગ્રંથ પણ લખ્યો છે એ પણ યાદ કર્યું.

વ્યાસ વિશ્વાસ-વિશ્વાસ વિશે બાપુએ જણાવ્યું કે વિશ્વાસ સદૈવ ધવલ,શ્વેત હોવો જોઇએ,અંધ નહિ,શિતલ હોવો જોઇએ,ઉગ્ર નહિ અને અચલ હોવો જોઇએ.હિમાલયનાં ઉતુંગ શિખર-કૈલાસ પર સ્વયં વિશ્વાસ-મહાદેવ બેઠો છે જે અચલ,ધવલ-ગૌર,શિતળ છે.બાપુએ કહ્યું કે જેની જટામાં સ્વયં ગંગા સમેટી છે એમને નાની-નાની વીજળીઓ કહે ફુવારો છે!  વ્યાસ વિરાગ,વ્યાસ વિનોદ-જેમાં પુરાણોની ગલિઓમાં જઇ મધુર,સુચારુ વિનોદનું દર્શન કરીશું.સાથોસાથ વ્યાસ વિશાળતા,વ્યાસ વિદ્રોહ અને વ્યાસ વિશેષ આવા નવ બિંદુઓને સ્પર્શ કરીશું.

જેમાં વિદ્યા એ છે જે શક્તિથી ભરી દે,આજની વિદ્યા નિરાશ,ડીપ્રેસ કરી દે છે,વિદ્યા આગ્રહમુક્ત સંગ્રહ શિખવે,ઇંદ્રિયોની સ્વાધિનતા પ્રદાન તરે,નીજ સુખનું વરદાન આપે,વિશ્વ કલ્યાણ કરે,પ્રતિદિન પ્રેમ અને ભાવનો વિસ્તાર કરે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply