શિક્ષણની સુવિધા કે અસુવિધા : 17 એપ્રિલે પરીક્ષા પૂરી થશે, શાળાઓ પેપર ચેકિંગ કરશે કે ભણાવવાની પ્રકિયા કરશે ?

Facilities or inconvenience of education: Examination will be completed on April 17, will schools do paper checking or teaching process?
Spread the love

એજ્યુકેશન – મિ.રિપોર્ટર, વડોદરા, 5મી ફેબ્રુઆરી. 

રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પણ 13 દિવસ સુધી સ્કૂલ આવવું પડશે. સરકારના આ નિર્ણય સામે વડોદરા સહિત ગુજરાતના વિવિધ શિક્ષક સંઘોએ નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરવા સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. 

ગુજરાતના શિક્ષક સંઘો એ વિરોધ કરતા જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2020-21ના સંભવિત આયોજન પર નજર કરીએ તો 20 એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે જે 3 મે એટલે સુધી સ્કૂલ ચાલું રહેશે. ત્યારબાદ 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન મળશે. જે 7 જૂન સુધી રહેશે. સરકારનું આ પગલું ઉતાવળભર્યું છે. રાજ્ય સરકારે શાળાઓને વિશ્વાસમાં લીધા વિના જ ફતવો જારી કર્યો છે. ખરેખર તો સીબીએસઈની જેમ  કરવું હોય તો ગુજરાતમાં એક વર્ષ પછી નવા સત્ર થી અમલ કરવો જોઈએ. 

Facilities or inconvenience of education: Examination will be completed on April 17, will schools do paper checking or teaching process?

જુલાઇ સુધી પુસ્તકો આવતા નથી એમ રાજ્યના શિક્ષણ વિભાગના આયોજન પર સવાલ ઉઠાવતા વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરણ પટેલે જણાવ્યું હતું કે, પુસ્તકો વગર કેવી રીતે ભણાવવા ?  માર્ચની બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી પણ શિક્ષકોને કરવાની છે. બીજી તરફ ધો. 1થી 8 ના વિદ્યાર્થીની પરીક્ષા બાદ પરિણામો જાહેર કરવાના કે સત્ર ચલાવવું ? આની સરકારે કોઈ જ સ્પષ્ટતા કરી જ નથી. જો જાહેરાત થી આટલા સવાલો ઉભા થતા હોય તો લાગુ કરાશે તો કેવી સમસ્યા સર્જાશે તેની કલ્પના શિક્ષણ વિભાગે કરી હોય તેમ લગતી નથી. 

શિક્ષણ વિભાગના નવા ફતવા થી વિદ્યાર્થી અને વાલીઓને શું સમસ્યાઓ નડશે ? 

  • ઝડપથી કોર્સ ચલાવવો પડશે જેથી શિક્ષણની ગુણવત્તા કથળશે
  •  પાઠયપુસ્તક મળતા નથી તો એપ્રીલમાં શરુ થતા સત્રમાં કેવી રીતે મળશે ?
  • ધોરણ 9 ની પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે પૂરી કરાશે ?
  • વિદ્યાર્થીઓને વધારે સમય શાળામાં બેસાડી કોર્સ પૂરો કરવો પડશે
  • પેપરોની ચકાસણી કરવાનો સમય છે ત્યારે નવું સત્ર કેવી રીતે શરૂ કરી શકાશે ?
  • એપ્રિલમાં સત્ર શરૂ થાય તે પહેલાં બોર્ડ ની પરીક્ષાના પરિણામો જાહેર કરવા પડે.