ટેકનોલોજી- મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ.
આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી યોજાવવાની છે, તેવામાં સોશિયલ મીડિયા ખોટો પ્રચારને રોકવા માટે ફેસબુકે નકલી એકાઉન્ટ્સ ધરાવતાં અને પેજ બનાવીને રાજકીય આક્ષેપબાજી કરતાં એકાઉન્ટસ પર સર્જીકલ સ્ટ્રાઈક કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ ફેક પેજ ને દુર કર્યા છે.
કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ ફેક પેજ ને દુર કર્યા બાદ ફેસબુકએ જણાવ્યું હતું કે, લોકોએ નકલી એકાઉન્ટસ બનાવ્યા તેવી અમારી તપાસમાં ખુલાસો થયો છે. આ લોકોએ અલગ-અલગ ગ્રુપ્સ બનાવીને તેને એકબીજા સાથે જોડીને લોકો સાથે સંપર્ક વધારવામાં આવતો હતો. આ ફેક પેજ પર લોકલ ન્યુઝની સાથે ભાજપ અને નરેન્દ્ર મોદીને ગાળો ભાંડવામાં આવતી હતી.
સોશિયલ મીડિયા કંપની ફેસબુકે વધુમાં જણાવ્યું હતું કે, અપ્રમાણિક વર્તન અને પ્રેકટીસના પગલે જ દેશની જૂની અને વિરોધ પક્ષ કોંગ્રેસના ૬૮૭ પેજ ને હટાવી દેવામાં આવ્યા છે. ફેસબુકના સાયબર સુરક્ષા નીતિના વડા નેથનેલ ગ્લિચિયરએ કહ્યું, ‘લોકોએ તેમની ઓળખ છુપાવીને આ કાર્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે આવા પેજ કૉંગ્રેસના આઇટી સેલના લોકોથી સંબંધિત હતા.” તેમણે જણાવ્યું હતું કે આ એકાઉન્ટ્સને સામગ્રી ન હોવાને કારણે નહિ પણ વ્યાવસાયિક વર્તણૂકને દૂર કરવામાં આવી રહ્યાં છે.
ફેસબુકે વધુમાં જણાવ્યું હત્તું કે, તેણે પાકિસ્તાન પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા 103 પાનાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં સૌથી વધુ 30 મિલિયન ફેસબુક વપરાશકર્તાઓ છે. તો બીજીબાજુ કોંગ્રેસ ફેસબુકની તપાસ અને તેણે લીધેલા પગલાંના સમાચાર મુદ્દે કોઇપણ ટીપ્પણી આપવાની ના પાડી દીધી છે. અમારે તપાસ કરવી પડશે કે, ખરેખરમાં આવા કોઈ પેજ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કે નહિ. આ તપાસને અંતે જ જણાવી શકીશું.
More Stories
નોકરી મેળવવાના ચક્કરમાં યુવકે ઓનલાઇન વેબસાઈટ પર રૂપિયા 3.95 લાખ ગુમાવ્યા, પછી કેવી રીતે રૂપિયા મેળવ્યા જાણો !
VMCના ઈલેક્શન વોર્ડ નં ૪ ના જાહેર પરિણામમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ, શું લોકોની વચ્ચે રહેતા કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારને જાણી જોઇને હરાવવામાં આવ્યા ?
વડોદરાના BJPના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલના કર્મચારીની બર્થ ડે પાર્ટીમાં દારૂ ભરીને પાણીપુરી ખાધી, વિડિયો વાઈરલ