ફેસબુકના ચેરમેન અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર ચેરમેન પદ છોડવા રોકાણકારોનું દબાણ : ચેરમેન પદ છોડી શકે છે..

મિ. રિપોર્ટર, ૧૭મી નવેમ્બર.

ફેસબુકના ચેરમેન અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર કંપનીના રોકાણકારો તરફથી રાજીનામું આપવાનું દબાણ વધ્યું છે.  બ્રિટિશ અખબાર ગાર્ડિયનના જણાવ્યા પ્રમાણે ફેસબુકની રોકાણકાર કંપની ટ્રિલિયમ એસેટ મેનેજમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જોનસ ક્રોને ઝુકરબર્ગને ચેરમેનનું પદ છોડવાની માંગણી કરી છે. રોકાણકાર  જોનસનું કહેવું છે કે ફેસબુક એક કંપની છે અને તેના ચેરમેન અને સીઈઓ અલગ-અલગ હોવા જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  ફેસબુકે કોમ્પિટિટર કંપનીઓની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ ડિફાયનર્સને હાયર કરી હતી.  ફેસબુક પર એપ્પલ, ગૂગલની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ હાયર કરવાનો આરોપ લાગ્યો છે.  જોકે ડિફાયનર્સ વિવાદ પર ઝુકરબર્ગનું કહેવું છે કે તેને તેની સાથી કંપનીના કામની માહિતી ન હતી. તેમણે ગુરૂવારે જણાવ્યું હતું કે ફેસબુક હવે ડિફાયનર્સ સાથેનો કોન્ટ્રાકટ ખત્મ કરી દીધો છે.