Exclusive : વડોદરાના ચાર યુવાનોએ ડિઝલની હોમ ડિલિવરી આપતી ‘ફ્યૂલી સર્વિસ’ શરૂ કરી : હોસ્પિટલ, હોટેલ્સ અને મોલ્સમાં ડિઝલ ઓન ડિમાન્ડ અપાય છે

www.mrreporter.in
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રોજગારી સર્જન માટેની‘સ્ટાર્ટપ ઇન્ડિયા’ સ્કીમ :  વડોદરા શહેર સહિત ચાર જિલ્લામાં માર્કેટ ભાવથી ડિઝલની હોમ ડિલિવરી થાય છે :  શહેરમાં હોસ્પિટલ, હોટેલ્સ અને મોલ્સમાં ડિઝલ ઓન ડિમાન્ડ પૂરું પડાય છે 

બિઝનેશ- વડોદરા, મિ.રિપોર્ટર,  દિવ્યકાંત ભટ્ટ અને  ધીરજ ઠાકોર. 

કોરોના મહામારીને કારણે આર્થિક ક્ષેત્રે મંદીનું મોજું ફરી વળ્યું છે. પરિણામે રોજગારીના નવા-નવા વિકલ્પની દિશામાં વિચારવાની ફરજ પડી રહી છે. જો કે, વડોદરા શહેરના ચાર યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રોજગારી સર્જન માટેની ‘સ્ટાર્ટપ ઇન્ડિયા’ સ્કીમ હેઠળ ડિઝલની હોમ ડિલિવરી આપતી ‘ફ્યૂલી સર્વિસ’ શરૂ કરીને બેરોજગાર યુવાનોને નવો રાહ ચિંધ્યો છે. ફ્યૂલી સર્વિસ પ્રા.લિ. દ્વારા વડોદરા શહેર સહિત ચાર જિલ્લામાં માર્કેટ ભાવથી ડિઝલની હોમ ડિલિવરી કરાઇ રહી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વડોદરાના 25 થી 33 વર્ષની વયજૂથના ચાર યુવાનો પૂર્વમ્ પટેલ, અલય પટેલ, વ્યોમ અમીન અને સપન પટેલને રોજગારી મેળવવા માટે ડિઝલની હોમ ડિલિવરી કરવાનો વિચાર સ્ફૂર્યો હતો. ત્યારબાદ આ યુવાનોએ સ્ટાર્ટપ ઇન્ડિયા રજિસ્ટર્ડ કંપની હેઠળ ફ્યૂલી સર્વિસિસ પ્રા.લિ.(Fuely Services Private Ltd.) નામનું બિઝનેશ સાહસ ઊભું કર્યું હતું. ડિઝલની હોમ ડિલિવરીના બિઝનેશને આગળ ધપાવવા યુવાનોની ટીમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(એચ.પી.સી.એલ) સાથે ડિઝલ મેળવવાનો કોન્ટ્રાક્ટ કરી તેમનું સપનું સાકાર કર્યું હતું.

www.mrreporter.in

ફ્યૂલી સર્વિસિસ પ્રા.લિ.ના માર્કેટિંગ હેડ પૂર્વમ્ પટેલે જણાવ્યું હતું કે, ડિઝલની હોમ ડિલિવરીના બિઝનેશ માટે 1000 લીટર, 4000 લિટર અને 6000 લિટરની સંગ્રહ ક્ષમતાવાળી 3 ટેન્કર(બાઉઝર્સ) ડિન્સપેન્સર યુનિટ સાથે તૈયાર કરાવી છે. માર્કેટ ભાવથી જ ડિઝલની ડિલિવરી કરવામાં આવે છે. મિનિમમ 50 લિટર ડિઝલનો ઓર્ડર હોય તે જરૂરી છે. ડિઝલના માર્કેટ ભાવ ઉપરાંત ટ્રીપ દીઠ રૂા.200 સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જેમાં જી.એસ.ટી.સામેલ છે.

વડોદરા શહેરમાં હોસ્પિટલ્સ, હોટેલ્સ અને મોલ્સ ઉપરાંત કંપનીઓ તેમજ વિવિધ એકમો જેને ડિઝલની જરૂરિયાત હોય તેમણે ફ્યૂલી સર્વિસિસ તરફથી હોમ ડિલિવરીની સેવા આપવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કંપનીઓ, ધંધાકીય એકમો અને ખેડૂતોને પણ ડિઝલની ડિલિવરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ડિઝલની કિંમત ઉપરાંત કિલોમીટર અને ટોલટેક્સ સાથે ઓપરેશનલ કોસ્ટ વસૂલ કરાય છે. ગુજરાતમાં ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરનાર ફ્યૂલી સર્વિસિસ પ્રા.લિ. સૌ પ્રથમ હોવાનું માર્કેટિંગ હેડ પૂર્વમ્ પટેલે  મિ.રિપોર્ટર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

www.mrreporter.in

ત્રણે ટેન્કર(બાઉઝર્સ) તમામ ફેસિલિટી ધરાવે છે

અલગ-અલગ સંગ્રહ ક્ષમતાવાળા ત્રણ ટેન્કર તમામ ફેસિલિટી ધરાવે છે. જેમાં પેટ્રોલ પંપ જેવું ડિસ્પેન્સર યુનિટ હોય છે. જેનાથી ગ્રાહકને ડિઝલની ડિલિવરી કરતાં આંકડા જોવા મળે છે. આ ઉપરાંત ડિઝલ ખરીદીની રિસિપ્ટ અને ઇનવોઇસ પણ ઉપલબ્ધ થાય છે. ત્રણે બાઉઝર્સમાં સિક્યુરિટી ફીચર્સ સાથેના કેમેરા લગાડાયા છે. આ ઉપરાંત ડિઝલનો જથ્થો અને ગુણવત્તા માપવા માટેની મશીનરી પણ મૂકવામાં આવી છે. 

ચારે યુવાન સાહસિકોએ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો મેળવી છે 

ડિઝલની હોમ ડિલિવરી માટેના બિઝનેશના સ્વપ્નને સાકાર કરનારા ફ્યૂલી સર્વિસિસ પ્રા.લિ.ના ચાર યુવાન સાહસિકોએ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવી છે. આ યુવાનો તેમના કામ અને ગ્રાહકોને સંતોષ માટે કટિબદ્ધ છે.

(1) પૂર્વમ્ પટેલ  : જે  ૨૫ વર્ષ નો છે.  કામગીરી : માર્કેટિંગ હેડ ,  અભ્યાસ : બેચલર્સ ઇન બિઝનેશ એડમિનિસ્ટ્રેશન.

(2)  અલય પટેલ : જે  ૨૪ વર્ષ નો છે., તેની કામગીરી છે  ઓપરેશન એન્ડ લોજિસ્ટિક્સ, અભ્યાસ : બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન (મેટ્રોપોલિટન કોલેજ ઓફ ન્યૂયોર્ક)

(3)  વ્યોમ અમીન  : જે  ૩૨ વર્ષ નો છે. તેની  કામગીરી : એકાઉન્ટન્ટ,  અભ્યાસ : માસ્ટર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન

(4)  સપન પટેલ  : જે  ૩૩ વર્ષ નો છે. તેની  કામગીરી : ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન,  અભ્યાસ : માસ્ટર્સ ઇન ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગ (ન્યૂયોર્ક યુનિવર્સિટી)

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.