Exclusive : વડોદરાની જિમમાં કામ કરતો યુવાન રાષ્ટ્રીયસ્તર નો હેવીવેટ પાવર લિફટર બન્યો, જાણો કેવી રીતે ?

www.mrreporter.in
Spread the love

સ્પોર્ટ્સ-વડોદરા, મી.રિપોર્ટર, સત્યમ નેવાસકર & ધીરજ ઠાકોર 

” મહેનત કરને  વાલે  કી કભી હાર નહિ હોતી”  આ પંકિત વડોદરાના એક યુવાન પર  પફેક્ટ ફિટ બેસે છે. વડોદરાના એક સામાન્ય પરિવારમાંથી આવતા અને શહેરના એક જિમ માં સામાન્ય કામ કરતા નીતિન રબારી  સાથે બની છે. જિમ માં સામાન્ય કામ કરતો નીતિન  એક દિવસ રાષ્ટ્રીય સ્તર નો હેવીવેટ પાવરલિફટર બન્યો, જે વડોદરા માટે ગૌરવ ની વાત છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પરંતુ એક ગરીબ ઘરનો નીતિન રબારી  રાષ્ટ્રીય સ્તર નો હેવીવેટ પાવરલિફટર કેવી રીતે બન્યો ? તેની કહાની પણ ઘણી જ રસપ્રદ છે.  નારણ (નીતિન) હીરાભાઈ રબારી નો જેષ્ઠ પુત્ર વડોદરા સ્થિત સ્વાસ જીમના સંચાલક નચિકેતભાઈ ધ્રુવા ના ઘરે સામન્ય કામ કરવા આવતો હતો.  સંચાલક નચિકેતભાઈ ધ્રુવા ને થયું કે, નીતિન એ નાના કામ કરવા કરતા પોતાના જીલ્લા અથવા રાજ્યનું નામ રોશન કરવું જોઈએ. 

This slideshow requires JavaScript.

નીતિન ની અંદરની પ્રતિભા ને ઓળખ્યા બાદ તેમને નીતિન ના પિતા  હીરાભાઈ રબારી સાથે વાત કરીને નીતિને તેમના જિમમાં રાખી લીધો. જ્યાં નીતિને તેમના ટ્રેનર સિદ્ધાર્થ નારવેકર, તપન સોલંકી,પ્રિતેશ સોલંકી એ નીતિન ને પાવર લીફ્ટિંગ ની ટ્રેનીંગ આપતા હતા. ધીમે ધીમે તૈયાર થતો નીતિન પોતાને મળી રહેલી ટ્રેનિંગ વચ્ચે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે તે જિમ માં આવનારા  લોકોને પાર્ટ ટાઈમ ટ્રેનીંગ પણ આપવા લાગ્યો.

સખત મહેનત પોતાના ટ્રેનર પાસે થી લઇ રહેલા નીતિન માટે જીવન નો કે ટર્નીંગ પોઈન્ટ આવ્યો, તેણે  પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવાના સ્વપ્ન ને સાકાર થતો જોઈને વર્ષ 2017 માં પ્રથમવાર વડોદરા જીલ્લા માટે સિલેક્ટ થઈ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ  લીધો. 

જોકે સ્પર્ધામાં જીતવાનું નીતિન નું સ્વપ્નું  પુરૂ ન થઈ શક્યું, જોકે  એજ સ્પર્ધાની હારે નીતિન ના અંદર જીતની ભૂખ વધાવી દીધી અને તે પાછો સખત મહેનત કરવાનો પોતાનો ધેય બનાવી લીધો અને પહેલાથી બમણી તાકાત થી ટ્રેનિંગ લેવાનો નિર્ધાર  કર્યો. તેના આ સ્વપ્ને ને પુરા કરવામાં  જીમ ના સંચાલક નચિકેતભાઇ ધ્રુવ, ટ્રેનર સિદ્ધાર્થ નારવેકર, અને ટ્રેનર તપન સોલંકી,પ્રિતેશ સોલંકી એ નીતિન ને સર્વશ્રેષ્ઠ ટ્રેનિંગ અને તાલીમ આપવાનું નકકી કરીને તાલીમ શરુ કરી. 

સામે નીતિન પણ એક  આજ્ઞાકારી શિષ્ય ની જેમ નીતિને તેના ગુરૂ એ આપેલી શિક્ષા પુર્ણ પણે શીખીને પાછો મેદાનમાં ઉતર્યો અને આ વખતે નવા જુસ્સા અને જીતવાના ઇરાદા સાથે. આ વખતે નીતિન ની મહેનત અને ભાગ્યે સાથે આપ્યો ને નીતિને ૨૦૧૮ ના વર્ષમાં 52 kg બોડીવેટ  સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. 

આ સમય પછી નીતિને ક્યારે પણ પાછળ વાળીને જોયું નથી. એની મેહનત અને લગન થી મેડલનો જાણે  વરસાદ  થવા લાગ્યો. અને ત્યાર બાદ એ થયું જેની  નીતિન  વર્ષો થી રાહ જોઈ રહ્યો હતો. વર્ષ ૨૦૨૧ માર્ચમાં જમ્મુ ખાતે ઇન્ડિયન પાવર લીફટિંગ ફેડરેશન દ્વારા આયોજિત નેશનલ સ્પર્ધામાં નીતિન સિલેક્ટ થયો. જેમાં 8 રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશના ખેલાડીએ ભાગ લીધો હતો. ૧૦૦ જેટલા ખેલાડીઓમાંથી ગુજરાતના ૮ લોકો હતા અને એ ૮ માથી નીતિન એક હતો.

બેન્ચ પ્રેસ, સ્ક્વાટ્સ,અને ડેડ લિફ્ટ  જેવી ત્રણ જેટલી કેટેગરીની  સ્પર્ધામાં ભાગ લઈને નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધા ગોલ્ડ મેડલ સાથે જીત્યો અને સમગ્ર ગુજરાત અને વડોદરાનું નામ રોશન કર્યું.

નીતિન ની  અત્યાર સુધી પાવર લિફ્ટિંગમાં મેળવેલી સિદ્ધિઓ જોઈ ને વડોદરા વાસીઓને પણ તેના માટે ગર્વની લાગણી થઇ જાય. 

૨૦૧૭ – હાર્યો
૨૦૧૮ – બ્રોન્ઝ ડિસ્ટ્રિક્ટ લેવલ
૨૦૧૯ – સિલ્વર ડિસ્ટ્રિક્ટ લેવલ
૨૦૨૧ (૧૪ ફેબ્રઆરી) – સિલ્વર ડિસ્ટ્રિક્ટ લેવલ
૨૦૨૧ (૨૮ ફેબ્રઆરી) – ગોલ્ડ સ્ટેટ લેવલ

૨૨ વર્ષ નો  શાકાહારી નીતિન ભોજનમાં શું લેતો હતો ?

નીતિન નો રોજનો આહાર ખુબજ સાધારણ હતો. સવારે તે દૂધ, દહી,બાજરીનો રોટલો ઘી સાથે લેતો હતો. બપોરના આહારમાં તે અનાજ લેતો અને રાત્રે કઠોળ. આ  હતો તેનો ડાયટ પ્લાન .

નીતિન નું સ્વપ્ન :  એક જગવિખ્યાત શ્રેષ્ઠ પાવર લીફ્ટર અને કોચ બનવાનું છે.

નીતિન  ઘરમાં સૌથી મોટો છે. તેને ૨ નાની બેહનો છે. નીતિન પોતાને હેવીવેટ પાવરલિફટર ની પ્રેરણા અને માર્ગદર્શન આપનારા સ્વાસ જિમ માં ટ્રેનર તરીકે કામ કરે છે. નીતિન ની માતા એક ગૃહિણી છે અને તેના પિતા વડોદરાની દીપક ફાઉન્ડેશનમાં કામ કરે છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.