કોરોનાની સારવાર માટે એન્ટિબોયોટિક્સનો વધુ પડતો ઉપયોગ દર્દીઓ માટે ખતરનાક નીવડશે, જાણો કેમ ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ- વડોદરા, મી.રિપોર્ટર, 12મી ઓક્ટોબર 

માત્ર વડોદરા જ નહિ પણ ગુજરાત અને દેશમાં જો કોરોનાની સારવાર માટે એન્ટિબોયોટિક્સનો વધુ પડતો ઉપયોગ દર્દીઓ પર  કરવામાં આવશે તો તે  સારવાર લઇ રહેલા કે કોરોના ની સારવાર માંથી સાજા થયેલા દરેક દર્દીઓ માટે  ખુબજ ખતરનાક નીવડશે તેવી ભીતી વડોદરાની ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શીતલ  મિસ્ત્રીએ કરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in
ડો.શીતલ મિસ્ત્રી, નોડલ ઓફિસર, ગોત્રી હોસ્પિટલ

એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયા મારવાની દવા છે તેની વાઈરસ પર કોઈ અસર થતી  નથી એમ જણાવતાં ડો. શીતલ  મિસ્ત્રીએ ઉમેર્યું  હતું કે,  બીજા વિશ્વયુદ્ધ પછી પેનીસીલીન એન્ટિબાયોટિક્સના આવિષ્કાર બાદ 1940થી 1970નો સમય એન્ટિબાયોટિક્સના સંશોધન માટે સુવર્ણકાળ હતો. તે દરમિયાન અલગ અલગ પ્રકારની તમામ એન્ટિબાયોટિક્સની શોધ થઈ હતી. સમય જતા બેક્ટેરિયામાં કુદરતી રીતે સંપ્રાપ્તી થતા એન્ટિબોયોટિક વિરુદ્ધમાં પ્રતિકાર ઉત્પન્ન થવા માંડ્યો હતો.

જેના લીધે ઘણા બેક્ટેરિયા પર એન્ટિબાયોટિકની અસર સમાપ્ત થવા લાગી. એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સના લીધી હેલ્થ ફોર ઓલના લક્ષ્યને હાંસલ કરવામાં તબીબી વિજ્ઞાન નિષ્ફળ ગયું છે. 2011માં WHOએ ખાસ એન્ટિબાયોટિક્સ સંરક્ષણ નીતિ બનાવી છે.એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ ઉત્પન્ન થવાના મુખ્ય કારણોમાં બેક્ટેરિયા પોતાના કોષની દિવાલ જાડી કરી નાખે છે. પોતાના જિન્સમાં ફેરફાર કરી નાખે છે. પ્રોટિન્સમાં ફેરફાર કરે છે અથવા એન્ટિબાયોટિક્સને પચાવી શકે તેવા કેમિકલ ઉત્પન્ન કરે છે. એન્ટિબાયોટિક્સનો બેફામ ઉપયોગ પોલ્ટ્રી ફાર્મામાં મરઘાના વજન વધારવા અથવા એક્વાકલ્ચરમાં માછળી અને ઝીંગાના રોગ દૂર કરવા અથવા બીફ અને પોર્કમાં વધુ આવક મેળવવા એનીમલ હસબન્ડરી તથા ખેતીમાં વધુ આવક મેળવવા માટે થાય છે.

દુનિયાભરમાં કોવિડ 19ના દર્દીઓ પૈકી 71 લોકોમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી ફક્ત 8 ટકા લોકોમાં બેક્ટેરિયાનું સંક્રમણ જણાયું છે. આમ કોવિડ 19 જેવી વાયરસજન્ય બીમારી માટે એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ ભયંકર પરિણામ આપી શકે છે. જેનાથી એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્ટ ધરાવતી સ્ટ્રેઇન ઉભી થવાનો ખતરો છે. કોરોનના દર્દીઓમાં એન્ટિબાયોટિક્સનો વધુ પડતા ઉપયોગ માટે સૌથી મોટા જવાબદાર કારણોમાં RTPCR  ટેસ્ટ ના પરિણામમાં થતો વિલંબ મુખ્ય જવાબદાર છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.