વડોદરામાંથી દર વર્ષે ૧૫ હજાર વિદ્યાર્થીઓ યુરોપના દેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે : ડેટા એનાલિસિસ ને સાઈકોલોજીસ્ટની ડિમાન્ડ વધી..

Spread the love

બિઝનેશ સ્ટડી અને એન્જિયરિંગ માટે સૌથી વધારે ઇન્કવાયરી આવે છે :  ફેરમાં બ્રિટીશ કાઉન્સિલના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા

વડોદરા, એજ્યુકેશન, ૫મી મે 

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સાગર કન્સલ્ટન્સી દ્વારા ગ્લોબલ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ.કે. કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુરોપની 50થી વધારે યુનિવર્સિટી અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓની કારકિર્દી ગાઇડન્સનો નિઃશુલ્ક સેમિયાર યોજાયો હતો. જેમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ગ્લોબલ એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ સ્થળ પર જ એલીજીબીલીટી તપાસ, સ્કોલરશિપ અને ઓફર લેટર મેળવી શક્યા હતા. આ ફેરમાં બ્રિટીશ કાઉન્સિલના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેથી IELTSનું ગાઇડન્સ પણ વિદ્યાર્થીઓને મળ્યું હતું. આ ઉપરાંત લોન સંબંધિત માહિતી માટે વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અને 50 જેટલી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ પણ આ ફેરમાં ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાંથી દર વર્ષે ૧૫ હજાર વિદ્યાર્થીઓ યુરોપના દેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. ખાસ કરીને  ડેટા એનાલિસિસ ને સાઈકોલોજીસ્ટની ડિમાન્ડ વધી છે તેમ જણાવતાં સાગર કન્સલ્ટન્સીના ડાયરેક્ટ કૌતુક શાહે જણાવ્યું હતું કે, અમે 11 વર્ષથી સાગર કન્સલ્ટન્સી ચલાવીએ છીએ. અમારે ત્યાં વિદેશમાં બિઝનેશ સ્ટડી અને એન્જિયરિંગ માટે સૌથી વધારે ઇન્કવાયરી આવે છે. અમારી ગુજરાતમાં વડોદરા અને આણંદમાં ઓફિસ છે. આજે અમે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખાસ નિઃશુલ્ક સેમિનારનું આયોજન કર્યું છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે. આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આવીને માહિતી મેળવી હતી.

This slideshow requires JavaScript.