ઈલેક્ટ્રો સેક્સ જીવલેણ છે, આનો અખતરો કરનાર કપલ્સ ચેતજો…વાંચો કેમ !

હેલ્થ- મી.રીપોર્ટર, 27મી ઓકટોબર.
દરેક કપલ્સપોતાની સેક્સ લાઈફને વધારે મજેદાર બનાવવા માટે સેકસની વિવિધ મુદ્રાઓ- પોઝિશનની સાથે  નવા-નવા અખતરા કરતા રહેતા હોય છે. પરંતુ કેટલાક અખતરા જીવલેણ સાબિત થતા હોય છે. આજ રીતે ઈલેક્ટ્રો સેક્સ ટ્રેન્ડ પોપ્યુલર બની રહ્યો છે પરંતુ તે ઘણાં કપલ્સ માટે જીવલેણ બન્યો છે. આ પ્રકારના જોખમમાં જીવ પણ ગુમાવવો પડે છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
ખરેખર શું છે ઈલેક્ટ્રો સેક્સ ટ્રેન્ડ?

ઈલેક્ટ્રો સેક્સને ઈરોટિક, ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેશન કે પછી ઈલેક્ટ્રોપ્લે તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં કપલ સેક્સ દરમિયાન એક બીજાની નેકેટ બોડી પર ઈલેક્ટ્રિસિટી એટલે કે વીજળીના કરંટનો ઉપયોગ કરે છે.

પ્રાઈવેટ પાર્ટની ઉત્તેજના મેળવવા કપલ્સ લે છે જોખમ 

જેમાં વીજળીથી ચાલતા સેક્સ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી નર્વ્સને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ફોકસ પ્રાઈવેટ પાર્ટની ઉત્તેજના પર હોય છે જેથી પ્લેઝર અને ઓર્ગેઝમના સમયને વધારી શકાય.

 નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ 

વિશ્વના ઘણા દેશોમાં આ સેક્સ ટ્રેન્ડનું પોપ્યુલર બની રહ્યો છે. આપણી નર્વસ સિસ્ટમ ઘણાં જ સૂક્ષ્મ ઈલેક્ટ્રિકલ સિગ્નલ દ્વારા કાર્યરત હોય છે અને ઈલેક્ટ્રિક સેક્સ ઉપકરણ પર તે લેવલના ઈલેક્ટ્રિકલ સિગ્નલ દ્વારા બોડી પાર્ટ્સને ટ્રિગર કરવાની કોશિશ કરે છે.

ઈલેક્ટ્રો સેક્સથી કપલને ખતરો

ઈલેક્ટ્રો સેક્સ કે ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેશનથી મોટો ખતરો રહેલો છે, આનાથી બોડીના ટિશ્યુ ને ભારે નુકશાન થવાની સંભાવના છે. ભલે આ ફનમાં  કરંટ ઘણો જ સામાન્ય હોય પણ તે હાર્ટના ફંક્શન પર અસર કરે છે, જેના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply