ફોટા NSUIએ આઈટી સેલના માધ્યમથી વાઈરલ કર્યા હોવાની ચર્ચા : ચુંટણીના પ્રચારના નામે તમામ મર્યાદાઓ ઓળંગી
અમદાવાદ, સોશિયલ મીડિયા- મિ.રિપોર્ટર, ૨જી એપ્રિલ
૨૩મી એપ્રિલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. જેમ-જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ખુબ જોર-શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. એમાંય ચૂંટણી સમયે તમામ પક્ષના ટેકેદારો સોશિયલ મીડિયા ખુબ જ એક્ટિવ થઈ જાય છે. ચુંટણીના પ્રચારના નામે પોતાના વિરોધીઓ પક્ષના નેતાઓને કઈ રીતે અપમાનિત કરવા તે પક્ષના કટ્ટર ટેકેદારો તક શોધી લે છે.
તાજેતરમાં જ ચુંટણીના પ્રચારના નામે કેટલાક ટેકેદારો અને સમર્થકોએ પોતાની તમામ મર્યાદાઓ ઓળંગી નાંખી છે. કેટલાક સમર્થક ટેકેદારોએ ચુંટણી પ્રચારના નામે ગધેડા પર અમિત, મોદી, રૂપાણી, નીતિન નામ લખેલા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા હતા. કહેવાય છે કે આ ફોટા NSUIએ આઈટી સેલના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા છે.