ચુંટણી ઈફેક્ટ : રાહુલ ગાંધીના Rs 72 હજારના ચૂંટણી વાયદાથી એક પતિએ પત્નીને ભરણપોષણની રકમ આપવાની ના પાડી…કેમ વાંચો ?

Spread the love

ભોપાલ-મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ 

લોકસભાની ચુંટણીના પ્રચારની સામાન્ય વ્યકિતના માનસ પર કેવી વિપરીત અસર થાય છે, તેવો એક અનોખો કિસ્સો દયાનમાં આવ્યો છે. ઈન્દોરમાં કૌટુંબિક અદાલતમાં પતિ અને પત્ની વચ્ચેના કૌટુંબિક ખટરાગનો કેસ ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણીમાં પતિએ એવું કીધું કે, હાજર તમામ લોકો કોર્ટમાં પોતાની હસી રોકી શક્યા નહોતા. તો તમે પણ જાણીને તમારું હસવાનું રોકી નહિ શકો.

વાત એમ છે કે, 12 માર્ચના રોજ ઈન્દોરના સુખલીયાના રહેવાસી આનંદ શર્માને તેની પત્ની દીપમાલાને દર મહિને 4500 રૂપિયા ભરણપોષણ માટે આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો, પરંતુ આનંદ શર્મા તેની પત્નીને ભરણપોષણની રકમ આપતો ન હતો. આ બાબતમાં કોર્ટમાં સુનાવણી કરવામાં આવી, ત્યારે આનંદ શર્માએ કહ્યું કે તે બેરોજગાર છે અને તે ભરણપોષણના રૂપિયા આપી શકે તેમ નથી. આનંદ શર્માએ કોર્ટમાં કહ્યું કે ‘રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જો તેમની સરકાર આવશે તો તેઓ દરેક બેરોજગારોના ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયા આપશે.’

આંનદ શર્માએ વધુમાં જણાવ્યું કે હું મારી પુરી સભાનતાથી લખીને આપું છું કે, રાહુલ ગાંધીના વડાપ્રધાન બન્યા પછી જે પણ રકમ મને મળશે તેમાંથી દર મહિને 4500 રૂપિયા હું મારી પત્નીને આપીશ. જો કાર્ટ ઈચ્છે તો તે બેરોજગારી ભથ્થામાંથી પત્નીના ભરણપોષણના પૈસા સીધા તેના ખાતામાં જમા કરાવવાનો આદેશ પણ આપી શકે છે.

કોર્ટે શર્માની જુબાનીને તેમના રેકોર્ડમાં લીધી છે. તેના પર 29 એપ્રિલના રોજ સુનાવણી થશે. અદાલતે 12 માર્ચે કરવામાં આવેલી સુનાવણીમાં આદેશ આપ્યો હતો કે, શર્મા તેમની પત્નીને ભરણપોષણ માટે દર મહિને 3 હજાર રૂપિયા અને 12 વર્ષની પુત્રી આર્યા માટે 1500 રૂપિયા આપશે.