બંગાળમાં ચૂંટણી જંગ : નંદીગ્રામમાં CM મમતાએ હુમલાનો લગાવ્યો આરોપ, ભાજપે ગણાવ્યું નાટક

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-પશ્ચિમ બંગાળ,મી.રિપોર્ટર, 10મી માર્ચ.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને તાબડતોબ કારમાં બેસાડવામાં આવ્યા અને તે બાદ તેમણે કહ્યું કે ચાર પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો છે. આ અંગે વધુમાં પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે, શું લાગે છે ? કોણે હુમલો કર્યો હશે ? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ષડયંત્રના ભાગરૂપે મારા હુમલો કરાયો છે.મારા પગ પર કાર ચઢાવવાનો કરાયો પ્રયાસ હતો. જોકે બાદમાં તેમણે એમ પણ કહ્યું કે તે કઈં પણ બતાવી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

સમગ્ર ઘટના ને ભાજપે નાટક ગણાવ્યું

મમતા બેનર્જીને તાત્કાલિક કારની પાછલી સીટમાં બેસાડવામાં આવ્યા અને રવાના કરવામાં આવ્યા હતા. જોકે એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ આ હુમલાને ખોટો ગણાવ્યો હતો. ભાજપ નેતા અર્જુન સિંહે કહ્યું કે મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે અને તે જૂઠ બોલવામાં માસ્ટર છે. મમતા બેનર્જી પર આ હુમલા બાદ ભાજપે પોલીસ અને તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે કે આ બધુ થયું ત્યારે પોલીસ શું કરી રહી હતી. સીએમની સુરક્ષામાં તૈનાત લોકો શું કરી રહ્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.