એજ્યુકેશન સિસ્ટમ સારી નથી, તેટલે જ સત્યાગ્રહ દ્વારા યુવાનોની ફોજ ઉભી કરવી છે: મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ

Spread the love

મિ.રિપોર્ટર, ૨૨મી જાન્યુઆરી, ધીરજ ઠાકોર

દેશની એજ્યુકેશન સિસ્ટમ સારી નથી, તેટલે જ સત્યાગ્રહ  આંદોલન દ્વારા રાજ્યમાં યુવાનોની ફોજ ઉભી કરવી છે. આ એવા યુવાનો હશે કે જેઓ ભલે ચાર ચોપડી ભણ્યા હશે પણ તેમના કઈક ને કઈક સ્કીલ હશે. આવા સ્કીલવાળા યુવાનોને તેમના નોલેજ અને આવડતની ક્ષમતા પ્રમાણે કામ આપવા આવશે. જે તેમની સામાન્ય નોકરીના પગાર કરતા વધુ હશે એમ જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે અત્રે જણાવ્યું હતું. 

મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આજે વડોદરાના મહેમાન બન્યા હતા. તેમણે આજે સત્યાગ્રહ આંદોલન સંદર્ભે યુવાનો સાથે મીટીંગ કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સત્યાગ્રહ આંદોલન હેઠળ વડોદરા અને વડોદરાની આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થી યુવાનોની 10,000 થી વધુ ની ટીમ તૈયાર કરાશે. સંજય રાવલે મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ સાથે ખાસ વાતચીત કરી હતી. ખાસ વાતચીતમાં તેમણે સત્યાગ્રહ આંદોલન  શું છે ? તે શા માટે કરવામાં આવી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી. મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ સાથે શું વાતચીતનો વિડીયો…જુઓ….