લો બોલો, ‘પોપકોર્ન ખાવાથી વધે છે ઈમ્યુનિટી’, પાકિસ્તાની ડોક્ટરના દાવાની ખીલ્લી ઉડી

www.mrreporter.in
Spread the love

કોરોનાના નવા સ્ટ્રેન સામે પાકિસ્તાનના ડોક્ટર્સે દાવો કર્યો છે કે પોપકોર્ન ખાવાથી નવા કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી વધે છે.

નવી દિલ્હી – મી.રિપોર્ટર, 30મી ડિસેમ્બર.

વિશ્વ હાલમાં પણ  કોરોનાના કહેરથી પરેશાન છે. વિશ્વના લોકો કોરોના ક્યારે જાય તેની કાગ ડોળે  રાહ જોઈ રહ્યાં છે.  ત્યારે  પાકિસ્તાનના એક ડોક્ટરે સમગ્ર દુનિયા તેના પર  હસે  તેવો એક  વિચિત્ર દાવો કર્યો છે. પાકિસ્તાની  ડોક્ટર શાહિદ મસૂદે એક દાવો કર્યો છે કે પોપકોર્ન ખાવાથી નવા કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી વધે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પાકિસ્તાની ટીવી ચેનલ જીએનએન ટીવી પર ડોક્ટર શાહિદ મસૂદ સાથે એક લાઈવ પ્રોગ્રામ ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર શાહિદ મસૂદે દાવો કર્યો કે પોપકોર્ન ખાવાથી નવા કોરોના વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું-‘કોવિડના સેકન્ડ વેવમાં જે નવી મ્યૂટેશન છે. જે N501Y છે, તેની સામે ઈમ્યુનિટી વધારવા માટે પોપકોર્ન્સ ખાવા જોઈએ. પોપકોર્ન ખાવો, તેનાથી ઈમ્યુનિટી વધશે.’

અત્રે ઉલ્લેખનીય છેકે ડોક્ટર શાહિદ મસૂદના આ વિડીયોને પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે ટ્વીટ કર્યો છે. પોપકોર્ન ખાઈને ઈમ્યુનિટી વધારવાનો દાવો કરનાર આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ડોક્ટર મસૂદના આ દાવા પર ચેનલની એન્કર પણ હસવા લાગે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.