ક્રાઈમ- વડોદરા, મિ.રિપોર્ટર, ૭મી એપ્રિલ.
એકબાજુ દ્વારા ગરીબ લોકોને કારણ વગર દંડા મારવાના લીધે પોલીસનો અમાનવીય ચહેરો સામે આવે છે, ત્યારે વડોદરા શહેરના પોલીસકર્મીની ફરજ નિષ્ઠાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક હિતેશ વેલસીભાઇ મેટલીયાના પત્ની જોશનાબેન છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દાખલ હતા. આજે તેઓએ દીકરીને જન્મ આપ્યો છે. પત્ની 3 દિવસથી હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પોલીસકર્મી હિતેશ મેટલીયા પોતાની ફરજ પર જ હાજર હતા. તેમને ત્યાં દીકરીના જન્મતા જ મોબાઇલ પર સોશિયલ મીડિયાના માધ્યથી તેઓએ દીકરીના ફોટો જોયા હતા.
દીકરીના જન્મ વચ્ચે ફરજ બજાવતાં પોલીસકર્મી હિતેશ વેલસીભાઇ મેટલીયાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં દીકરીનો જન્મ થયો છે. હું ખુબ જ ખુશ છું. પરંતુ અત્યારે દેશને મારી જરૂર છે. અને મારા માટે મારી ફરજ મહત્વની છે. જેથી હું અહીં ફરજ પર જ રહીશ.