વડોદરાનો  રમીઝ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો : આજે વડોદરામાં આતંકી હુમલાના મૃતકોની યાદમાં ખામોશ મુઝાહરા (મૌન પાળશે)

વડોદરા-મિ.રિપોર્ટર, ૧૬મી માર્ચ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે  શુક્રવારે  મસ્જિદ પર થયેલાં આતંકવાદી હુમલાની ઘટનામાં 9 ભારતીય મિસિંગ જાહેર કરાયાં હતાં. જેમાંથી વડોદરાના રમીઝ વ્હોરા અને તેમના પિતા આરીફ  વ્હોરાને આજે મૃત જાહેર કરવામાં આવ્યાં છે. 7 દિવસ પહેલાં જ રમીઝની પત્ની ખુશ્બુબહેને દિકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી ખુશખુશાલ પરિવારની ખુશીઓની હવે સન્નાટામાં ફેરવાઈ ગઈ છે. 

વડોદરાના પાણીગેટ મેમણ કોલોની પાસે ધનાની પાર્કમાં રહેતા અને આરટીઓ તેમજ એલઆઇસીનું કામ કરતા આરીફભાઇ મહંમદભાઇ વ્હોરા ( ઉ.વ. 58)ના બે પુત્રો પૈકી મોટો પુત્ર ઓસ્ટ્રેલિયા છે. જ્યારે નાનો પુત્ર રમીઝ (ઉ.વ.28) ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે આઠ વર્ષથી સ્થાયી થયો છે. રમીઝ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમની પત્ની ખૂશ્બુ ગર્ભવતી હોવાથી વડોદરામાં રહેતાં પિતા આરીફભાઈ અને માતા ન્યૂઝીલેન્ડ ગયાં હતાં. રમીઝ ને ક્યાં ખબર હતી કે દીકરીના જન્મની આ ખુશી માતમાં ફેલાઈ જશે, વહેલી સવારે પિતા-પુત્ર નમાઝ પઢવા ગયાને ગોળીબારમાં મૃત્યુ પામ્યા. જોકે તેમના સસરાં અને અન્ય પરિવાર જનો આજે ક્રાઈસ્ટચર્ચ જઈ મૃતદેહોને વડોદરા લાવશે.

વડોદરામાં મુસ્લિમ પરિવારો મૌન પાળશે

રમીઝભાઈ અને આરીફભાઈ આતંકી હુમાલામાં મોત થતાં વડોદરાના વ્હોરા સમાજમાં ગમગીની ફેલાઈ છે. આજે સાંજે 5.30 કલાકે નમાઝ બાદ મુઝાહરા (મૌન પાળશે) ઔર દુઆઈયા કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારો જોડાશે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: