ન્યુમોનાઈટીસ રોગ ના લીધે કમરની નીચેનો ભાગ કામ કરતો બંધ થયો, આર્યુવેદિક તબીબ ની કમાલે તે ચાલતી થઇ ?

www.mrreporter.in

હેલ્થ-મિ.રિપોર્ટર, ૧૫મી જુલાઈ.

એલોપથી અને આર્યુવેદિક દવા તેમજ તેના ઉપચાર વચ્ચે હંમેશા વિવાદ ચાલ્યો આવ્યો છે. આ બંને વચ્ચે હંમેશા એકબીજા ને ચડિયાતું સિદ્ધ કરવાનું દબાણ રહે છે. ઘણા રોગોમાં એલોપથી અગ્રેસર રહે છે. તો ઘણા રોગો કે જ્યાં એલોપથી નિષ્ફળ જાય કે ખર્ચાળ સાબિત થાય ત્યાં આર્યુવેદિક ઈલાજ એવા ગંભીર ગણાતા રોગ નો પણ ઈલાજ સરળતા થી કરી નાંખે છે. આવો જ એક કિસ્સો જુનાગઢ જિલ્લામાં સામે આવ્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

જૂનાગઢ જિલ્લામાં રહેતા જલ્પાબેન કરોળિયા નામના એક દર્દી કે જેને સપ્ટેમ્બર મહિનામાં વાઈરલ ન્યુમોનાઈટીસ નામનો રોગ થયો, તે બાદ તેના કમરથી નીચેનો ભાગ અચાનક કામ કરતો બંધ થયો. તે દર્દી પથારીવશ થઇ ગયા હતા. આધુનિક તબીબી વિજ્ઞાન ઉપર કામ કરતા ન્યુરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ દર્દીની તમે ઘરે જઈ સેવા કરો તેવું સંબંધીઓને જણાવી દીધું હતું.

www.mrreporter.in

તે બાદ દર્દીના સંબંધીઓએ જૂનાગઢમાં રહીને આયુર્વેદિક દવા તરીકે સેવા આપતા ડોક્ટર ધવલ સંઘવીનો સંપર્ક કર્યો. દર્દીની પરિસ્થિતિ જોયા પછી ડોક્ટર ધવલ સંઘવીએ દર્દીની સારવાર શરૂ કરી. જલ્પાબેન કરોડિય ને માત્ર પંદર દિવસમાં જ પરિણામ જોવા મળ્યું. તેમના પગમાં સંચાર શરૂ થયો. દર્દીના પગમાં સંચાર શરૂ થતા પરિવારજનો ને તથા દર્દીને બંનેને આશા જાગી ગઈ.

દર્દીને મળમૂત્ર નુ પણ ભાન રહેતું ન હતું. માત્ર યંત્રવત થતું હતું. જોકે સતત ત્રણ મહિના ની સારવાર બાદ કેથરેટર કાઢી લેવામાં આવ્યું તથા સામાન્ય વ્યક્તિની જેમ કુદરતી રીતે જ શરીર કામ કરવા લાગ્યું હતું. આ પછી દર્દી વોકરના સહારે ચાલતા થયા હતા. છ મહિના પછી  તો જલ્પાબેન  કોઈના સહારા વગર ચાલતા થઇ ગયા હતા. તેમના પરિણામ જોઇને એલોપથીના તબીબો અને જે ન્યુરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ આશા છોડી દીધી હતી, તેઓ પણ મોમાં આંગળા નાંખીને જોતાં રહી ગયા હતા. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply