ભારે વરસાદ અને ભરાયેલા પાણીના લીધે શહેરની શાળાઓમાં રજા જાહેર

વડોદરા – મી.રિપોર્ટર, 31મી જુલાઈ.

વડોદરા શહેરમાં છેલ્લાં પાંચ કલાકથી સતત અને તોફાની બેટિંગ કરી રહેલા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તેમજ શહેર ના વિવિધ વિસ્તારો અને માર્ગો પર ઘૂંટણ સમાં ભરાયેલા  પાણીના લીધે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર જિલ્લાની મોટાભાગની સ્કૂલો ના સંચાલકોએ 1લી ઓગસ્ટના રોજ શાળામાં રજા જાહેર કરી દીધી છે અને તે અંગેના મેસેજ તેમજ what’s App મેસેજ વાલી વિદ્યાર્થીઓને મોકલીને સત્તાવાર રીતે જાહેરાત કરી છે.

તો અમુક શાળાઓ હજુ પણ deo કચેરી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી રાહ જોઈ રહ્યાં છે. તો બીજીબાજુ વાલીઓ વરસાદ અને તેના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી પોતાના સંતાનોને નહિ મોકલવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply