પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રાજપીપળા શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ

મોબાઈલ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલો નાખવા પાલિકા ની મંજૂરી વિના ખોદકામ થતા પાણી ની મુખ્ય લાઈન માં ગાબડુ : જોકે પાલિકા ના ચીફ ઓફિસરે કમ્પની ની ગાડી તાત્કાલિક જપ્ત કરી નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી 

મિ. રિપોર્ટર – રાજપીપલા, ૫મી ડીસેમ્બર, આરીફ જી કુરેશી 

રાજપીપળા શહેર માં બે સમય પાણી સારી રીતે મળે છે ત્યાં ગતરોજ અચાનક પાણી ની તકલીફ બાબતે ની બુમ આવતા ખબર પડી કે એક મોબાઈલ કંપની દ્વારા શહેર માં અંડરગ્રાઉન્ડ મોાઈલ ના કેબલ નાખવા માં આવી રહ્યા હોય એ માટે માર્ગો પર કંપની ની ગાડી મશીન દ્વારા ખોદકામ કરે છે. આ ખોદકામ માટે પાલિકા પાસે કોઈ મંજૂરી કે પરવાની લીધા વગર કામગીરી કરાતા અન્ડરગ્રાઉન્ડ જતી પાણી ની મુખ્ય લાઈન તૂટી જતા રાજપીપલા શહેર માં પાણી ની મોટી તકલીફ સર્જાતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

ખાનગી કંપનીઓ દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી વિના મનફાવે એ રીતે કામગીરી અંગે  પાલિકા ના ચીફ ઓફિસર અમિત પંડ્યા એ જણાવ્યું કે, કંપનીઓ આમ પાણી જેવી બાબત ને ગંભીરતા થી ન લઈ મનફાવે તેવી રીતે મંજૂરી વિના ખોદકામ કરે છે. આવા કિસ્સામાં અમારે કાયદાનો કોયડો વીંઝવો પડે છે.  હાલમાં અમે કંપની નું વાહન જપ્ત કરી નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.