વડોદરા, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ

શહેરના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે ૨૫ વર્ષીય ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મોર્યનું તેના પૂર્વ પ્રેમીએ બ્રેકઅપ થતાં જાહેર માર્ગ પર ગળુ દબાવીને હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે પ્રાચીના પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન સીકંદર મલેકની ધરપકડ કરી દીધી છે અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીમાં પ્રાચી અને વસીમ બંને 2015થી ઇસી ડિપ્લોમાનો અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને સતત 4 વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ રહ્યો હતો. જોકે બે મહિના પહેલાં બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. અને વડોદરાના અલકાપુરીમાં આવેલા એપ્લોસ સ્ટુડિઓઝમાં જોબ શરૂ કરી હતી. જ્યાં અંકિત નામના યુવાન સાથે પ્રાચીને પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રાચી રાત્રે બે વાગ્યા સુધી ઓનલાઇન રહેતી હોવાથી વસીમને શંકા ગઇ હતી કે, પ્રાચી બીજા યુવક સાથે પ્રેમમાં પડી છે.

વસીમે પ્રાચીનું 4 વખત ગળુ દબાવ્યું, મરી ગઈ છે તેવી ખાતરી કર્યા બાદ ઘરે ગયો

એપ્લોસ સ્ટુડિયોઝમાંથી 20 લોકોનું ગૃપ બુધવારે ખંભાત ખાતે ડ્રામા પોગ્રામ માટે ગયું હતું. અને રાત્રે 1 વાગે 20 લોકોનું ગૃપ અલકાપુરી ખાતે ઉતર્યું હતું. જ્યાંથી અંકિત પ્રાચીને મૂકવા માટે ગયો હતો. વસીમ બંનેનો પીછો કરી કરતો કરતો ત્યાં પહોંચી ગયો હતો. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે પ્રાચીએ અંકિતને કહ્યું હતું કે, તું નીકળી જા હું ઘરે જતી રહીશ. આ અમારી અંગત મેટર છે, અમે પતાવી દઇશું. જેથી અંકિત ત્યાંથી નીકળી ગયો હતો. અંકિતના ગયા પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પ્રાચીએ વસીમને બેથી 3 લાફા મારી દીધા હતા. વસીમે પ્રાચીનું ગળુ દબાવી દીધુ હતું. અને ત્યાંથી નીકળી ગયો હતો. જોકે થોડીવાર પછી ફરીથી પાછો આવ્યો હતો. વસીમે 3 વખત પ્રાચીનું ગળુ દબાવ્યું હતું અને છેલ્લે ગડદા પાટું મારીને ઓઢળી વડે ગળુ દબાવીને પ્રાચીની હત્યા કરી નાંખી હતી. અને ત્યાંથી ભાગીને ગોરવા સ્થિત પોતાના ઘરે પહોંચી ગયો હતો.

વસીમ ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશનના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે

વસીમ ઉર્ફે અરહાન સીકંદર મલેક વડોદરાના કરોડિયા રોડ પર આવેલી ફાતિમા રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે અને તે મૂળ ડભોઇ પાસેના વોરા ગામડીનો રહેવાસી છે. તે ભરૂચની જીઇસી કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશનના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. તેના પિતા સીઆઇએસએફના નિવૃત પીએસઆઇ છે. જે.પી. પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ નેત્રંગ અને કચ્છ સુધી તપાસ કરી હતી. અને પ્રાંચીની સાથે કામ કરતા 20 લોકોની પૂછપરછ કરી હતી…..જુઓ વિડીયો….

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: