વડોદરાની સૌથી મોટી બિન સરકારી પારુલ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ ડો.જયેશ પટેલનું બીમારીથી નિધન

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન – વડોદરા, 25મી ઓગસ્ટ 

શહેરના વાઘોડિયા નજીક લીમડા ગામે આવેલી પારૃલ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ ડો. જયેશ પટેલનું આજે લાંબી બિમારી બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી તેઓ કિડની અને લીવરની બીમારી ના કારણે છેલ્લા દસ દિવસથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા. જ્યાં આજે ફરજ પરના તબીબે તેમને સવારે ૧૦.૩૦ કલાકે મલ્ટી ઓર્ગન ફેલ્યરના કારણે મૃત જાહેર કર્યા હતા. 26મીના રોજ પરિવારજનો દ્વારા તેમની અંતિમવિધી વડોદરા ખાતે કરવામાં આવનાર છે.

 અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં ૯૦ના દાયકામાં  ટેક્નિકલ, મેડિકલ તથા પેરામેડિકલ અભ્યાસક્રમો માટે સરકારી કોલેજોમાં જ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા હતી. તે સમયે સ્વ-નિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ અસ્તિત્વમાં ન હોવાથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડતી હતી.

તે સમયે ગુજરાતમાં  ડૉ.જયેશભાઇ પટેલ દ્વારા અમદાવાદમાં હોમીઓપેથી વિદ્યાશાખામાં શિક્ષણ આપતી અમદાવાદ હોમીઓપેથીક મેડિકલ કોલેજ દ્વારા વર્ષ 1993માં સૌ પ્રથમ સ્વ-નિર્ભર સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સફળ સંચાલન અને ઉપ્લબ્ધીઓના પરિપાકરૂપે રાજકોટમાં હોમીઓપેથી શિક્ષણ આપતી રાજકોટ હોમીઓપેથીક મેડિકલ કોલેજની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી.

ગુજરાતની બહાર જવા સિવાય ગુજરાતમાં જ રહી ને ફક્ત હોમીઓપેથીક ક્ષેત્રે જ નહીં પરંતુ ટેક્નિકલ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ  ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે ડો. જયેશભાઈ પટેલે  વાઘોડિયા ખાતે વર્ષ 2003માં માં એન્જિનીયરીંગ અને હોમીયોપેથીક કોલેજો પ્રથમ પાયો નાખ્યો હતો.

ત્યાર બાદ તો ફાર્મસી, આર્કિટેક્ચર, ફિઝિયોથેરાપી, કમ્પ્યુટર એપ્લિકેશન, નર્સિંગ જેવી વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ “ પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ” ની સ્થાપના કરી હતી. 

જેમાં વર્ષ 2015માં પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીઝ અધિનિયમ હેઠળ ખાનગી યુનિવર્સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. તે બાદ તો પછી વાળીને સંસ્થાએ જોયું નથી.  હાલમાં ડો. જયેશભાઇ પટેલના પુત્ર ડો. દેવાંશુ પટેલ, પુત્રી ડો. પારુલ પટેલ, તેમની પુત્રવધુ ડો. ગીતીકા મદન પટેલ પારુલ યુનિવર્સીટીનું સુકાન સાંભળી રહ્યા છે. 

આજે મંગળવારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ડો.જયેશને સવારે ૧૦ઃ૩૦ કલાકે ફરજ પરના ડો.હિમાંશુ પટેલે મૃત જાહેર કર્યાં હતાં. જાપ્તાના એલઆરડી ગણેશજી ભારીએ સેન્ટ્રલ જેલમાં ટેલીફોનીક વર્ધી લખાવી હતી. આ ઘટના વાઘોડિયા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.