શું તમે વાલ્વવાળા માસ્ક તો નથી પહેરતાં ને ? એક્સપર્ટ્સ ના મતે મોટું જોખમ, જાણો કેવી રીતે ?

www.mrreporter.in

હેલ્થ-મી.રિપોર્ટર, 21મી જુલાઈ 

વિશ્વભર ના લોકો કોરોના વાઇરસ થી બચવા માટે માસ્ક પહેરે છે. ખુદ WHO પણ લોકોને ફરજીયાતપણે માસ્ક પહેરવાની સલાહ આપે છે. જેને પગલે ઘણા દેશોએ  માસ્કને ફરજિયાત બનાવવાની સાથે માસ્ક ન પહેરનાર ને મોટો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. 

સરકારની આ કડક ચેતવણી બાદ 90 ટકા લોકો માસ્ક પહેરવા લાગ્યા છે. જોકે હજુ પણ ઘણા લોકો માસ્ક પહેરતા નથી.  જે લોકો માસ્ક પહેરે છે, તેમાં મઘ્યમ વર્ગના લોકો રૂમાલ, ઓઢણી અને કપડાં નો માસ્ક બનાવી ને પહેરે છે. જયારે જેઓ  ધનવાન છે કે મોંઘા માસ્ક ખરીદી શકે છે તેઓ વાલ્વવાળા માસ્ક પહેરે છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

જોકે તાજેતરમાં જ ઓક્સફોર્ડના પ્રોફેસર દ્વારા કરાયેલા એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે, વાલ્વવાળા માસ્ક ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવા માસ્ક પહેરવા તે કંઈ ના પહેરવા જેટલું જ જોખમી છે. ડ્રોપલેટ્સમાં વાયરસના પાર્ટિકલ્સ હોય છે, જેથી ચહેરો ઢાંકેલો હોય તો ઓછા જર્મ્સ હવામાં ભળે છે. જોકે, વાલ્વવાળું માસ્ક પહેરેલો વ્યક્તિ જો છીંક કે ઉધરસ ખાય તો ખૂબ જ પ્રેશર સાથે તેના શ્વાસમાંથી ડ્રોપલેટ્સ વાલ્વમાંથી બહાર આવે છે. જે બીજા લોકો માટે હાનિકારક સાબિત થાય છે. 

 એક્સપર્ટ્સનું માનીએ તો, માસ્કમાં રહેલો વન-વે વાલ્વ જ્યારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે બંધ થઈ જાય છે, અને જ્યારે તે શ્વાસ બહાર કાઢે ત્યારે ખૂલી જાય છે. જેના કારણે વાલ્વવાળું માસ્ક પહેરેલી વ્યક્તિ શ્વાસ લે ત્યારે તેના શ્વાસમાં હવા ફિલ્ટર થઈને આવે છે. જોકે, તે શ્વાસ કાઢે ત્યારે વાલ્વના નાનાકડા કાણાંમાંથી હવા પ્રેશર સાથે બહાર નીકળે છે. આ હવા ફિલ્ટર થઈને બહાર નથી આવતી. મતલબ કે, માસ્ક પહેરનારા વ્યક્તિને જો કોરોનાનો ચેપ લાગેલો હોય તો તે હવામાં વાયરસ ફેલાવી શકે છે.

ઓક્સફોર્ડ યુનિ.ના પ્રાઈમરી કેરના એક્સપર્ટ પ્રો. ટ્રીશા ગ્રીનહાલ્ઘના જણાવ્યા મુજબ , માસ્કમાં રહેલો વાલ્વ એક્ઝોસ્ટ પાઈપ જેવું કામ કરે છે, જેનાથી તેને પહેરનારા વ્યક્તિના નાક કે મોઢાની બહાર આવતી હવા મારફતે વાયરસ ફેલાઈ શકે છે. તેમનું ત્યાં સુધી કહેવું છે કે, ચહેરાને કપડાંથી ઢાંકવો સૌથી શ્રેષ્ઠ છે. તેનાથી ડ્રોપલેટ્સ બહાર આવતા રોકાય છે. જેના કારણે કપડું ભીનું થઈ જાય છે, અને આવું થાય ત્યારે તેને બદલી પણ શકાય છે.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
 

 

 

 

 

 

 

 

 

Leave a Reply