શું તમે “ચા” ની લિજ્જત પ્લાસ્ટિક કપમાં તો નથી માણતાં ને, જો હા તો તમારા આરોગ્ય માટે વાંચવું જરૂરી છે..

www.mrreporter.in
Spread the love

હેલ્થ -મી.રિપોર્ટર, 6ઠ્ઠી ફેબ્રુઆરી. 

દેશમાં રોજ કરોડો રૂપિયાની ચા પીવાય છે. એમાંય ગુજરાતીઓ ચા ના સૌથી વધુ શોખીન હોય છે. રાજ્યના જુદા-જુદા શહેર અને તેના વિસ્તારના ગલી, નુક્કડ અને એરિયામાં ચા ની દુકાન જરૂર હોય છે. આ જગ્યા પાર રોજ હજારો ને લાખો લોકો ચા પીવે છે. હવે તો ચા ના દુકાનના માલિકો કપ-રકાબી ધોવા ને લૂછવાને બદલે  વિવિધ પ્રકારના પ્લાસ્ટિક કપમાં ચા આપતા થયા છે. બીજીબાજુ ચા ના શોખીન પણ “ચા” ની લિજ્જત પ્લાસ્ટિક કપમાં માણી રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

જો તમે પણ કાગળના કપમાં ચા પીઓ છો તો સાવધાન થઈ જાઓ. નહિ તો તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે. તમારા આરોગ્ય પાર ખૂબ જ ખરાબ  અસર કરી શકે છે. ડિસ્પોઝેબલ કપ  માં ચા પીવાની આદત જલ્દી જ બદલી નાંખો.

તાજેતરમાં જ એક રિસર્ચમાં સામે આવ્યું કે, એક કપમાં 15 મિનીટમાં 100 મિલી ગરમ પ્રવાહી રાખવાથી તેમાં 25000 માઈક્રોન આકારના પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ પીઘળવા લાગે છે. એટલે કે રોજ ત્રણ કપ ચા કે કોફી પીનારા વ્યક્તિના શરીરમાં પ્લાસ્ટિકના 75000 સૂક્ષ્મ કણ જતા રહે છે. જે આંખોથી દેખાતા નથી. હવે તમે અંદાજ લગાવી શકો છો કે, કાગળથી બનાવેલ કપનો (Harmful Effect Of Disposable Cup) ઉપયોગ કરવો તમારા હેલ્થ માટે કેટલું નુકસાનકારક બની શકે છે.

આ રિસર્ચનું નેતૃત્વ કરનારી આઈઆઈટી ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર સુધા ગોયલે જણાવ્યું કે, આ કપોમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વોને કારણે ગરમ પ્રવાહી વસ્તુઓ દૂષિત થાય છે. આ કપને બનાવવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મની એક પરત ચઢાવવામાં આવે છે. જે ખાસ કરીને પ્લાસ્ટિકની બનાવટની હોય છે. તેની મદદથી કપમાં પ્રવાહી પદાર્થ ટકી રહે છે. જોકે એક કપમાં 15 મિનીટમાં 100 મિલી ગરમ પ્રવાહી રાખવાથી તેમાં 25000 માઈક્રોન આકારના પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ પીઘળવા લાગે છે. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.