ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયની કરતૂત, લિફ્ટમાં લઘુશંકા કરી, પછી પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડ્યું

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -અમદાવાદ, મી.રિપોર્ટર,

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ વર્ષ થી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. એમાંય કોરોના જેવી મહામારીમાં હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાને બદલે 70 ટકા  ગુજરાતીઓ પોતાના ઘરે અથવા ઓફિસમાં ફૂડ ઓર્ડર કરીને મંગાવે છે.  રાજ્યની વિવિધ હોટલ કે રેસ્ટોરન્ટ પણ સમયની સાથે ચાલીને ઓનલાઇન ફૂડ ડિલિવર કરવાની સુવિધા આપે છે. ડિલિવરી બોય આ ઓર્ડરને ગ્રાહક સુધી પહોંચાડતા હોય છે.  પરંતુ ડિલિવરી બોયની કેટલીક હરકતો ને અવાર-નવાર વિવાદ ઉભો થાય છે. તાજેતરમાં જ અમદાવાદમાં ડિલિવરિ બોયની એક શરમજનક હરકત સામે આવી છે કે જેને જોઈને કોઈપણ ફ્લેટ ના રહીશો ચોકી જશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયે શરમનજક હરકત કરી છે. ઓનલાઇન પીઝાનો ઓર્ડર મળ્યા બાદ આ ડિલિવરી બોય પીઝા ગ્રાહકના ફ્લેટ પર પહોંચાડવા માટે પહોંચ્યો હતો. જે વ્યક્તિએ પીઝાનો ઓર્ડર કર્યો તેનો ફ્લેટ પ્રથમ ફ્લોર પર હતો. પરંતુ ડિલિવરી બોય લિફ્ટમાં ગયો. તેણે લિફ્ટમાં લઘુશંકા કરી અને પછી હાથ સાફ કર્યા વગર જ ડિલિવરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો ડોમિનોઝના મેનેજરને આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.