મિ.રિપોર્ટર, 17મી જૂન

WhatsApp સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ છે. દુનિયાભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આપણે બધા જ તસવીરો, વીડિયો અને મેસેજ મોકલવા માટે આ એપનો ઉપયોગ કરીએ છીએ. જો કે, ક્યારેક WhatsApp ગ્રુપમાં સતત આવતા રહેતા મેસેજ માથાનો દુખાવો બની જાય છે. ગમે તે વ્યક્તિ આપણને WhatsApp ગ્રુપમાં એડ કરી લે છે અને પછી રોજ સવારે ગુડ મોર્નિંગથી લઈ રાત્રે ગુડ નાઈટ સુધીના નકામા મેસેજનો સિલસિલો શરૂ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માગતા હો તો સેટિંગ્સમાં જોઈને થોડા ફેરફાર કરો. પછી કોઈ તમને તમારી મરજી વિના WhatsApp ગ્રુપમાં એડ નહીં કરી શકે.

સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલો. હવે વોટ્સએપના Settingsમાં જાઓ અને ત્યાં Account પર ક્લિક કરો.

હવે અકાઉન્ટમાં પહોંચ્યા બાાદ Privacyમાં જાઓ. તેમાં Groups પર ક્લિક કરો.

ગ્રુપ્સ પર ક્લિક કરશો એટલે તમને Everyone, My Contacts અને Nobody એમ 3 ઓપ્શન જોવા મળશે. આ ત્રણમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે. જો તમે Nobody ઓપ્શન સિલેક્ટ કરશો તો કોઈપણ ગ્રુપના એડમિનને તમને કોઈ ગ્રુપમાં એડ કરતાં પહેલા પ્રાઈવેટ મેસેજ મોકલાવાનો રહેશે. જો તમે તે ગ્રુપમાં જોડાવવા નથી માગતા તો એડમિન તરફથી મોકલેલા મેસેજને નકારી શકો છો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: