ઓફિસેથી ઘરે જલ્દી આવતું નથી, રસ્તામાં તમે રોકો, અમે ક્યારે ઘરે પહોચીએ, ક્યારે રાંધીયે, છોકરા ઘરે રાહ જુએ છે : રાજકોટની મહિલાનો પોલીસ ને જવાબ

www.mrreporter.in
Spread the love

રાજકોટ- મી.રિપોર્ટર, 8મી એપ્રિલ

રાજ્ય સરકારે કોરોના ના વિસ્ફોટ બાદ તેની ચેન તોડવા માટે રાજકોટ સહીત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યા કર્ફ્યૂ નાંખી દીધો છે. જોકે 8 વાગ્યા નો સમય થતા જ નોકરિયાત વર્ગ ને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.  આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓફીસ થી મોડું થઇ જતા કર્ફ્યું માં ફસાઈ ગયેલી મહિલા સાથે બન્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ

ગતરાત્રે રાત્રિ કર્ફ્યૂનાં પ્રથમ દિવસે જ એક કાર ચાલક મહિલાએ શહેરનાં કેકેવી ચોક ખાતે પોલીસકર્મી સમક્ષ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, સાહેબ ઓફિસેથી વહેલા જવા નથી દેતા અને અહીં તમે રોકી રાખો છો, તો અમારે શું કરવું? મારે રાંધવું ક્યારે, છોકરા રાહ જુએ છે.

 શહેરનાં કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યૂ શરૂ થવાના અડધા કલાક પહેલાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન એક મહિલા ચાલકની કાર કેકેવી ચોકના આ ટ્રાફિકમાં ફસાઈ હતી. જેને લઈને ટ્રાફિક ક્લિયર કરાવવા વિનંતી કરવાની સાથે આ મહિલાએ પોલીસ કર્મચારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. અને જણાવ્યું હતું કે, 7 વાગ્યા કરતા વહેલા ઓફિસેથી નીકળવા નથી દેતા અને એવામાં આ રીતે ટ્રાફિકજામ થાય છે. તો કર્ફ્યૂનાં સમય પહેલા કંઈ રીતે પહોંચવું? હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે.

આ ઘટના ને પગલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સાંજના 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો,  જેથી ટ્રાફિક ન થાય અને લોકો આસાનીથી  પોતાના ઘરે નીકળી શકે.