મિ.રિપોર્ટર, ૧૨મી ડીસેમ્બર. 

સેક્સ પાર્ટનર્સની સંખ્યા પુરુષો વધારીને કહે છે ? આ સાચું છે. મહિલાની સરખામણીમાં પુરુષો ઘણીવાર પોતાના સેક્સ પાર્ટનર્સની સંખ્યા વધારીને કહે છે. આ વાત યુનિવર્સિટી ઓફ ગ્લાસગો દ્વારા હાથ ધરાયેલા એક  રિસર્ચ દરમિયાન સામે આવી છે. રિસર્ચરોએ 15,000 થી વધારે પુરુષો અને મહિલાઓને રિસર્ચમાં સામેલ કરીને પ્રશ્નો પૂછ્યા હતા. 

યુનિવર્સિટી ઓફ ગ્લાસગો દ્વારા હાથ ધરાયેલા એક  રિસર્ચમાં બહાર આવ્યું કે,  પુરુષો પોતાના જીવનમાં જેટલી મહિલાઓ સાથે સંબંધ બાંધે છે, ઘણીવાર તે સંખ્યાને વધારીને કહે છે. આવું એટલા માટે હોઈ શકે છે કારણ કે તેઓ પોતાના સેક્સ પાર્ટનર્સની સંખ્યા ગણવાના બદલે અંદાજ લગાવે છે.  વળી તેઓ પોતે કેટલા સશક્ત છે અને કેટલી મહિલાઓ સાથે સેક્સ કર્યો છે તેવી ડીંગો હાકીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. આ સર્વેમાં જે પુરુષો અને મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેની  ઉંમર 16 થી 74 વર્ષની વચ્ચે હતી. પુરુષોએ દાવો કર્યો કે તેમણે એવરેજ 14 સેક્સ પાર્ટનર્સ બદલ્યા છે.  જ્યારે મહિલાઓ માટે આ સંખ્યા એવરેજ 7 જ હતી. પુરુષોના મુકાબલે મહિલાઓની સંખ્યા ઓછી છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: