હેલ્થ, મિ.રિપોર્ટર, ૧૭મી મે.
દેશમાં સેક્સ અંગે અનેક ગેરમાન્યતાઓ છે. જેમાં મોટાભાગના યુવાનો અને દંપતી સેક્સને માત્ર એક મજા તેમજ બાળકો પેદા કરવા માટેની એક પ્રક્રિયા જ માને છે. જો તમે પણ કઈક આવું જ વિચારતાં હોવ તો તમારી માન્યતાને બદલી નાખજો. એક રીસર્ચમાં બહાર આવ્યું છે કે, દરરોજ સેક્સ કરવાથી દંપતીને હેલ્થમાં અનેક ફાયદા થાય છે.
રીસર્ચમાં બહાર આવેલા કેટલાક ફાયદા વિશે અમે આપને જાણકારી આપીશું. આ ફાયદા જાણીને તમે પણ સેક્સલાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરી શકો છો.
દંપતીને તણાવમાં મોટી રાહત
શું તમે કામ અને પારિવારિક સમસ્યાઓને કારણે તણાવમાં રહો છો? તો તેને દૂર કરવા માટે સેક્સ મદદરૂપ થઈ શકે છે. સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે.
માથાનો દુખાવો માટે છે
જો તમને માથાના દુખાવાને કારણે લવમેકિંગથી દૂર ભાગો છો તે તેને બંધ કરી દો. એવું એટલા માટે કેમ કે જ્યારે ઓર્ગેઝમ પર પહોંચીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધી જાય છે. જે શરીરના અનેક પ્રકરાના દુખાવાને દૂર કરે છે.
ખુબ સારી ઊંઘ આવે છે
સેક્સ પછી ઊંઘ સારી આવે છે. એટલા માટે બીજા દિવસે તમે રિલેક્સ થઈને ઊઠી શકો છો અને તમે સારી રીતે કામ કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટવ ફીલ કરી શકો છો.
જીમ માં જવાની જરૂર પડતી નથી
જો તમે ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધુ મહેનત કરવા માંગો છો તો તમારી માટે સેક્સ પણ એક ઓપ્શન છે. સેક્સ કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે. નિયમિત સેક્સ કરવાથી કમરનો ઘેરાવો ઓછો થાય છે. અડધો કલાક સેક્સ કરવાથી 80થી વધુ કેલરી બર્ન થાય છે.
સેક્સ કરનારની ઈમ્યુનિટી સારી રહે છે
નિયમિત રીતે સેક્સ કરવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા મજબૂત રહે છે. જેનાથી તમારા શરીર સામાન્ય બીમારીઓ સામે લડવા વધારે સક્ષમ બને છે. જેવી રીતે સામાન્ય શરદી-ખાંસી અને તાવ વગેરે…
રેગ્યુલર સેક્સ કરનારને હાર્ટ અટેકનું જોખમ ઘટે છે
એક સ્ટડી મુજબ સેકસને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે. સપ્તાહમાં બેથી વધુ વખત સેકસ કરતા લોકોમાં મહીને એક વખત સેક્સ કરતા લોકોની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે.