શું સ્તનપાન સાથે બાળક રાઈટી થશે કે લેફ્ટી તેનો સબંધ છે ? હા, વાંચો કેવી રીતે ?

Spread the love

સ્તનપાન કરવાવાળા બાળકો રાઇટી : એક મહિનાથી ઓછું સ્તનપાન કરવાવાળા બાળકો લેફ્ટી બને છે 

મિ.રિપોર્ટર, ૧૨મી જાન્યુઆરી. 

શું સ્તનપાન સાથે બાળક રાઈટી થશે કે લેફ્ટી તેનો સબંધ છે ? આ પ્રશ્ન સામે મોટાભાગના લોકો કહેશે કે ખબર નહિ. તો આ પ્રશ્નનો જવાબ છે. હા, કેમકે તાજેતરમાં ન્યૂયોર્કના  વૈજ્ઞાનિકોએ કરેલા એક સંશોધન અભ્યાસ દરમિયાન  સામે આવ્યું છે. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે, બાળકને સ્તનપાન ક્યારે અને કેટલા સમય માટે કરાવવામાં આવ્યું છે તેના આધારે બાળકના રાઈટી લેફ્ટી હોવાનું નક્કી થાય છે.

યૂનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનમાં કરવામાં આવેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે કે,  જે બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવવામાં આવે છે, તેવા બાળકો ડાબા હાથે ઓછુ કામ કરે છે. જયારે  ૯ મહિના અથવા તેનાથી વધારે સમય સુધી સ્તનપાન કરવાવાળા બાળકો જમણા હાથે કામ કરે છે. તો બીજી તરફ બોટલથી દૂધ પીવાવાળા બાળકો વધારે પડતા ડાબા હાથે કામ કરવાવાળા હોય છે.

એસિમિટ્રીઝ ઓફ બોડી, બ્રેન એન્ડ કોગનિશન નામની જર્નલમાં લખવામાં આવ્યું છે. સંશોધન મુજબ જે બાળકોને માતાનું દૂધ 6 મહિનાથી વધુ મળ્યું છે તેમનામાં લેફ્ટી બનવાની શક્યતા ૨૨ ટકાથી ઓછી છે. જ્યારે ૧-૬ મહિના સુધી માતાના દૂધ પર નભનાર બાળક લેફ્ટી બનવાની શક્યતા ૧૫ ટકા જ ઓછી છે. તો એક મહિનાથી ઓછા સમય માટે માતાના દૂધ આધારીત છે તેવા બાળકોમાં લેફ્ટી બનવાની શક્યતા ફક્ત 9 ટકા જેટલી જ ઓછી જોવા મળી હતી. તેનું કારણ છે કે હાથ પર નિયંત્રણ કરતા મગજનો ભાગ એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે. શોધકર્તાનું કહેવું છે કે સ્તનપાનથી આ પ્રક્રિયા ગતિ પકડે છે. જેના કારણે બાળકના ડાબા અથવા જમણા હાથે કામ કરવાનું નિર્ધારણ થાય છે.