ડોક્ટર રૂપી ભગવાન જ શેતાન બન્યો : જયપૂરમાં દર્દીની સારવાર કરવાના બદલે બેફામ માર મારતો VIDEO વાઈરલ…

Spread the love

રાજસ્થાન-મિ.રિપોર્ટર, ૩જી જુન. 

આપણા ઘર્મમાં ભગવાન પછી ડોક્ટરને ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવે છે. પરંતુ ડોક્ટર રૂપી ભગવાન જ શેતાન બનીને દર્દીની સેવા કરવાને બદલે તેને માર મારે તો. આવી જ એક ઘટના જયપુરમાં બની છે. જ્યાં એક હોસ્પિટલમાં ડોક્ટર દર્દીની સારવાર કરવાને બદલે માર મારે છે. હવે તેનો વિડીયો વીડિયો વાયરલ થયો છે. વીડિયો તબીબ બરહેમી પૂર્વક દર્દીને મારતો નજરે પડે છે. વાયરલ વીડિયો જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલનો 31 મેના રોજનો હોવાનું મનાઈ રહ્યું છે. સવાઇ માનસિંહ હોસ્પિટલના જનરલ વોર્ડનો આ વીડિયો વાઈરલ થતાં તબીબની હરકત સામે આવી છે.

તબીબ દર્દીના બેડ પાસે આવે છે અને અચાનક માર મારવાનું શરૂ કરી દે છે. દર્દી પણ પોતાનો બચાવ કરવા જતાં તબીબ ખાટલા પર ચડીને તેને માર મારી રહ્યો છે. આ સમગ્ર ઘટના સ્થાનિકે પોતાના ફોનમાં કેદ કરી લેતા વીડિયો વાઈરલ થયો છે.