પુણેમાં ડૉકટર્સ ડે પહેલા જ ડૉકટર દંપતીએ આત્મહત્યા કરી, પતિએ કોલ કટ કરી દેતા પત્નીએ ગળેફાંસો

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-પુણે, ૧લી જુલાઈ. 

પુણેમાં ડૉકટર્સ ડે પહેલા જ એક ખરાબ ઘટના બની છે.  ડૉકટર દંપતી નાની અમથી તકરાર માં  ગુરૂવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.  પુણેમાં નવવિવાહિત ડૉ. નિખિલ અને ડૉ. અંકિતાની લાશ ગુરૂવારે સવારે એમના ઘરેથી મળી આવી હતી. આ બંને દંપતીએ ઘરેલુ ઝઘડાના પરિણામે સુસાઈડ કરી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પોલીસે જણાવ્યું હતું કે અંકિતા BHMS ડૉકટર અને નિખિલ BAMS ડૉકટર હતા. આ બંને વાનવડી વિસ્તારના આઝાદ નગરના એક બંગલામાં રહેતા હતા. પોલીસે દંપતીના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. અત્યારે તો આ કેસને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ માં દાખલ કર્યો છે. 

વાનવાડી પોલીસના જણાવ્યા અનુસાર, અમે જયારે બંનેના કોલ રેકોર્ડની તપાસ કર્યા પછી સામે આવ્યું હતું કે સુસાઈડ પહેલા ડૉકટર દંપતી વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયો હતો. વાતચીત દરમિયાન નિખિલે ફોન કટ કરી દીધો હતો, તેથી અંકિતાએ ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. ડૉ. નિખિલ જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે અંકિતા પંખા સાથે લટકી જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાથી પતિ પણ માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને તેણે પણ  બીજા રૂમમાં જઇને આત્મહત્યા કરી લીધી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.