શું તમારે WhatsApp Call રેકોર્ડ કરવો છે ? તો આ સરળ Trick અપનાવો, જાણો કેવી રીતે ?

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી-મી.રીપોર્ટર,૨૫મી જાન્યુઆરી.

શું તમારે WhatsApp Call રેકોર્ડ કરવો છે ? આ પ્રશ્ન સામે મોટાભાગના યુઝર્સ તરત જ હા કરી દેશે.  પણ સામે તરત બીજો પ્રશ્ન પણ પૂછી નાખશે કેવી રીતે ? જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

એન્ડ્રોઈડ (Android) અને આઈફોન (iPhone) માં WhatsApp કોલને રેકોર્ડ કરવા માટે કેટલાક ખાસ Device ની જરૂર પડે છે.  તેના માટે CUBE CALL RECORDER ને ડાઉનલોડ કરવું પડે છે. App ઓપન કર્યા બાદ વોટ્સએપ (WhatsApp) પર જાવ અને જેની સાથે તમારે વાત કરવી હોય તેને કોલ કરો. જો તમને ક્યુબ કોલ વિજેટ દેખાઈ રહ્યું છે તો તેનો મતલબ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે.

જો તમારા ફોનમાં એરર (Error) દેખાઈ રહી છે તો ફરી એક વાર CUBE CALL RECORDER ખોલો અને APP ના સેટિંગમાં જઈને વોઈસ કોલમાં Force Voip પર ક્લિક કરો. ફરી એક વાર વોટ્સએપ કોલ કરો અને કોલ Connect થયા બાદ Record થઈ જશે. જો CUBE CALL RECORDER નથી દેખાઈ રહ્યું તેનો મતલબ કે તમારો કોલ રેકોર્ડ થઈ શકશે નહીં.

આઈફોન (iPhone) પર MaC ની મદદથી કોલ રેકોર્ડ કરી શકાય છે. લાઈટનિંગ કેબલની મદદથી આઈફોનને MaC સાથે કનેક્ટ કરો. આઈફોન પર Trust this computer દેખાશે, તેના પર ક્લિક કરો. પહેલી વખત MaC સાથે તમારો ફોન કનેક્ટ કરી રહ્યા છો, તો QuickTime ખોલો.

ફાઈલ સેક્શનમાં ન્યુ ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ હશે અને રેકોર્ડ બટનની નીચે Arrow નું નિશાન દેખાશે. એના પર ક્લિક કરીને તમને આઈફોન (iPhone) નો વિકલ્પ દેખાશે. તેના પછી QuickTime માં રેકોર્ડ બટન પર ક્લિક કરો અને તમારા WhatsApp પર કોલ કરો. કનેક્ટ થતાંની સાથે જ યુઝર આઈકોનને એડ કરો. પછી જેની સાથે વાત કરવી હોય તેને ફોન લગાવો અને ફોન રિસિવ થતાંની સાથે જ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.