શું તમારે પૈસાદાર બનવું છે, એક મંત્ર ના સતત જાપ થી ધનવાન બની જશો,….કયો છે મંત્ર ! જાણો….

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ, મી.રિપોર્ટર, 22મી  ડિસેમ્બર. 

વિશ્વના કોઈપણ ખૂણામાં વ્યક્તિ રહેતો હોય, દરેક ને જીવનમાં ધનવાન બનવવાની તીવ્ર ઈચ્છા હોય છે. ધનવાન બનાવવા માટે અનેક લોકો જાત જાતના નુસખા અપનાવવા હોય છે. ઘણા લોકો ધનવાન માટે મેલી વિદ્યા નો પણ સહારો લેતા હોય છે.  આ વિદ્યા માટે હજારો અને લાખો  રૂપિયા ખર્ચી નાંખતા  હોય છે. જોકે  અમે આજે આપણે એક મંત્ર આપીશું કે,  જેની  દરરોજ એક માળા કરવાથી તમે ધન મેળવી શકો છો. એટલુંજ  નહિ પણ તમારા જીવનમાં ખુશીઓની લહેર દોડી જશે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હિન્દુ શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉપાય છે. એમાંય  ધન પ્રાપ્તિના પણ અચૂક ઉપાય છે. શાસ્ત્રો અનુસાર  લક્ષ્મી માતા ને ધનની દેવી ગણવામાં આવે છે. લક્ષ્મી માતાની ઉપાસના કરનાર વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર  બને છે. મા લક્ષ્મી સિવાય આદિત્ય દેવ એટલે કે ભગવાન સૂર્યની ઉપાસના થી પણ ધન પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ જીવનમાં ભારે સમૃદ્ધ બને છે. 

www.mrreporter.in

આ છે આદિત્ય મંત્ર : 

ધન પ્રાપ્તિનો મંત્ર આ પ્રકારે છે –

सुर्याय नमः
आदित्यास्य नमस्कारंये कुर्वन्ति दिनै दिने
जन्मान्तर सहस्त्रेषु दारिद्रयं नोपजायते

આ મંત્રનો જે પણ વ્યક્તિ સાચા ઉચ્ચારણ સાથે જાપ કરે છે, તે જીવનમાં સદાય સમૃદ્ધ બની રહે છે. 

જાપ કેવી રીતે કરશો : 

આદિત્યમંત્રનો જાપ કરવા સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું.  દરરોજ ના નિત્ય ક્રમ બાદ  શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂર્વ દિશાની તરફ મોઢું રાખીને બેસવું અને સાથે મંત્રનું સાચું ઉચ્ચારણ લઇને જાપ કરવો.

દરરોજ એક માળા કરો : 

શાસ્ત્રોમાં દરેક મંત્રની 108 એટલે કે એક માળા કરવાનું શુભ ગણાય છે. તમે આદિત્ય મંત્રને પણ ઓછામાં ઓછી એક માળા જરૂર કરો. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.