પ્રેમિકા કે પ્રેમીને Kiss કરવાથી તમારું વજન ઓછું થઇ જશે ? તબિયત તંદુરસ્ત રહે છે ? શું કહે છે…રીસર્ચ……

Spread the love

હેલ્થ- મિ.રિપોર્ટર, ૧૦મી જુલાઈ. 

શું તમે તમારી પત્ની કે પ્રેમિકાને જયારે પણ એકાંતમાં માળો છો, ત્યારે Hug  અને Kiss કરો છો ? જો જવાબ હા, હોય તો તમારા માટે ખુબ જ સારા સમાચાર છે.  પોતાની પત્ની કે પ્રેમિકા તેમજ પતિ કે પ્રેમીને  નિયમિત Kiss કરનારી વ્યક્તિ એકદમ તંદુરસ્ત રહે છે. તેમનું  બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે તેમજ તેમનામાં કોઈ પણ કામનો તનાવ- સ્ટ્રેસ ઓછો રહે છે. આ બાબત થોડા સમય પહેલા થયેલા એક રિસર્ચમાં બહાર આવી છે. 

રીસર્ચ કરનારે અમુક કપલ્સ પર એક અભ્યાસ કર્યો. જેમાં રીસર્ચ કરનારે કપલ્સના રીપોર્ટ કર્યા,  તે રીપોર્ટમાં કપલ્સના બ્લડ પ્રેશર લેવલ, ડાયેબીટીક ટેસ્ટ, સ્ટ્રેસના અમુક ટેસ્ટ કર્યા હતા. આ ટેસ્ટના રીઝલ્ટ્સ ઘણાં હાઈ હતા.આ રીપોર્ટ બાદ કપલ્સને એક રૂમમાં બંધ રાખ્યા અને તેમને કહેવામાં આવ્યુ કે તમે વધુમાં વધુતમારા રીલેશન પર ધ્યાન આપો.

 કપલ્સને કહેવામાં આવ્યુ કે એકબીજા સાથે Hug અને Kiss દ્વારા ઇન્ટીમેટ પણ થાવ. કપલ્સે તે કરવાની કોશિષ પણ કરી. એક અઠવાડિયા બાદ કપલ્સના તમામ તેજ ટેસ્ટ રીપીટ કરવામાં આવ્યા, જે અઠવાડિયા પહેલા કર્યા હતા. રીપોર્ટમાં ચમત્કારિક રીતે લગભગ 90 ટકા Subjects માં તેમના રીઝલ્ટ્સ ઘણાં પોઝીટીવ અને હેલ્ધી આવ્યા. રીપોર્ટ બાદ રીસર્ચ કરનારે સાબિત કર્યું કે, Hug અને Kiss થી પણ તમે સારી તંદુરસ્તી અને ટેન્શન ફ્રી લાઇફ મેળવી શકો છો.

Hug અને Kiss થી શું ફાયદો થાય છે ? 

(૧) Hug અને Kiss થી  મગજ શાંતિ નો અનુભવ થાય છે. જયારે  શરીરને આરામની અનુભૂતિ કરાવે છે.

(૨)  Hugging ને વૈજ્ઞાનિક રીતે પણ હ્રદય માટે બેસ્ટ મેડિસીન માનવામાં આવે છે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને Hug કરો છો, ત્યારે તમે સુરક્ષિત અને શાંત અનુભવ કરો છો. જેને હ્રદય માટે બેસ્ટ માનવામાં આવે છે.

(૩) Kissing અને Hugging દરેક વ્યક્તિના  સ્ટ્રેસ ને ઘટાડવામાં  અક્સીર ઇલાજ માનવામાં આવે છે.

(૪) Kissing અને Hugging થી  વ્યક્તિની  ધમનીઓમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે, જેથી તે blood pressureને પણ કાબુમાં રાખે છે.

(૫)  વજન ઘટાડવામાં પણ Kissing આશીર્વાદ રૂપ છે,  એક સંશોધન મુજબ Kiss 8 થી 20 ટકા કેલરીને બર્ન કરી શકે છે.

(૬) પાર્ટનરને નિયમી તરીતે 5 મિનીટ સુધી કીસ કરવાથી તમારી  ગરદનને શેપમાં રાખે છે. Kiss મોંઢાની કસરત માટે બેસ્ટ ઓપ્શન છે