તમને ખબર છે કે પરવળ નું શાક ખાવાથી શું થાય છે ?

www.mrreporter.in
Spread the love

લાઇફસ્ટાઇલ-મિ.રિપોર્ટર, ૧3 ઓગસ્ટ

દેશ માં થતાં ઘણા બધા ફાળો અને શાકભાજીનું આપણે સેવન કરતાં હોઈએ છે, પરંતુ આજે એક શાકભાજી ની એવી વાત કરવાની છે કે જે મોટા પ્રમાણ માં ગુણકારી છે પણ તે મોટાભાગના લોકોને ભાવતી  નથી. જેનું નામ છે “પરવળ”.

પરવળ નું શાક જેટલું સ્વાદિષ્ટ છે તેની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી પણ છે. પરવળના શાકની સાથે સાથે તેની મીઠાઈ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.  અહીં પરવળના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

www.mrreporter.in

આ ફાયદાઓ જાણ્યા બાદ તમે પણ પરવળને ડાયટમાં જરૂરથી સામેલ કરશો. પરવળનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ અને બ્લડમાં રહેલી ચરબીનું સ્તર ઓછું થાય છે તથા સારા કોલસ્ટ્રોલના સ્તરમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત પરવળ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પરવળને ડાયટમાં સામેલ કરવાથી  શું  ફાયદો થાય ? 

(1) બ્લડમાં ગ્લૂકોઝના સ્તરને નિયંત્રિત રાખે છે

પરવળ બ્લડમાં ગ્લૂકોઝના સ્તરને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ પરવળનું જરૂરથી સેવન કરવું જોઈએ. પરવળમાં એન્ટી હાઈપરગ્લાઈસેમિક ગુણ રહેલા છે. જે બ્લડમાં ગ્લૂકોઝનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

(2) પાચનતંત્રમાં સુધારો કરે છે

પરવળ પાચનતંત્રમાં સુધારો કરવાનું કામ કરે છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી અલ્સર ગુણ રહેલા છે. પરવળનું સેવન કરવાથી કબજિયાત, અપચો અને અલ્સર જેવી પેટની સમસ્યા દૂર થાય છે.

(3) કોલસ્ટ્રોલ નિયંત્રિત રહે છે

પરવળમાં કોલસ્ટ્રોલ ઓછું કરતા એન્ટી-હાઈપરલિપિડેમિક ગુણ રહેલા છે, જે કોલસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવાનું કામ કરે છે. પરવળનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ અને બ્લડમાં રહેલી ચરબીનું સ્તર ઓછું થાય છે તથા સારા કોલસ્ટ્રોલના સ્તરમાં વધારો થાય છે.

(4) બ્લડ પ્યૂરિફાયર તરીકે કામ કરે છે

શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે તે માટે બ્લડ પ્યોરીફિકેશન જરૂરી છે. પરવળમાં બ્લડ પ્યોરિફાયર ગુણ રહેલા છે. પરવળ શરીરમાં બ્લડ પ્યોરિફાય કરવાનું કામ કરે છે, જેના કારણે બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

(5) વજન ઓછું કરવામાં મદદ કરે છે

પરવળમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી અને ફાઈબરની માત્રા ખૂબ જ અધિક રહેલી છે. આ કારણોસર પરવળ વજન ઓછું કરવામાં સહાયક છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.