શું તમે જાણો છો પાર્ટનર સાથે ઈન્ટીમેટ થવા આ છે અઠવાડિયાનો બેસ્ટ દિવસ અને સમય….સર્વે શું કહે છે ?

Spread the love

હેલ્થ- મિ.રિપોર્ટર, ૨૭મી ઓગસ્ટ. 

દરેક પરણિત વ્યક્તિ માટે આમ તો સેક્સ કરવા માટનો કોઈ યોગ્ય સમય નથી હોતો. તમે જ્યારે પણ મૂડમાં હોય અને પાર્ટનર તેના માટે તૈયાર હોય તો તમે સેક્સ માણી શકો છો. પરંતુ શું તમારા મનમાં ક્યારેય સવાલ ઉઠ્યો છે કે આખરે સેક્સ કરવા માટે અઠવાડિયામાં કયો દિવસ ઉત્તમ છે ? જો હા તો તમારી પાસે છે… આ પ્રશ્નો ના જવાબ….

તાજેતરમાં જ બ્રિટનની એક બ્યૂટી રિટેલર સુપરડ્રગ્સે લગભગ 2 હજાર લોકો પર એક સર્વે કર્યો છે. આ સર્વેના પરિણામ ઘણા જ રોચક હતા. સર્વે મુજબ  મોટાભાગના દંપતીઓ રવિવારે સવારે  9 વાગ્યે સેક્સ કરવાનું પસંદ કરે છે. બીજા નંબર પર શનિવારનો દિવસ હતો, જેને લોકોએ સેક્સ માટે બીજા સૌથી બેસ્ટ દિવસ તરીકે સિલેક્ટ કર્યો.

હવે સ્પષ્ટ વાત છે કે વિકેન્ડ છે, રજાનો દિવસ છે, તમારું માઈન્ડ કામના સ્ટ્રેસથી દૂર છે તો પાર્ટનર સાથે ઈન્ટીમેટ થવાનો આ બેસ્ટ સમય છે. જોકે આ બાબતથી કોઈ ફરક નથી પડતો કે તમે કયા દિવસે અને કયા સમયે સેક્સ કરો છો. સેક્સ બંને પાર્ટનરની સહમતિ અને બંને માટે પ્લેઝરેબલ હોય તે જરૂરી છે. આથી કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે સેક્સને વધારે આનંદદાયક બનાવી શકો છો.

જ્યારે વાત સેક્સની આવે ત્યારે મોટાભાગના પુરુષો સીધા જ ઈન્ટરકોર્સ સુધી પહોંચી જાય છે. એક્ચુઅલ એક્ટ પહેલા વિતાવેલો સમય બંને પાર્ટનર્સને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં મદદ કરે છે. આથી ફોરપ્લે માટે ખાસ સમય કાઢો.

દંપતીએ સેક્સ દરમિયાન પ્રોટેક્શનનો ઉપયોગ કરવો સૌથી જરૂરી છે. આ માત્ર પ્રેગ્નેન્સી રોકવા જ નહીં પરંતુ શારીરિક રોગોથી પણ દૂર રાખશે. આથી કોન્ડમ વિના સેક્સ ન કરો. સાથે જ લુબ્રિકેન્ટ્સનો ઉપયોગ કરવો ફાયદાકારક થશે. ઘણીવાર નેચરલ લુબ્રિકન્ટ્સની કમીના કારણે રફ સેક્સથી દુઃખાવો થવાની સમસ્યા થઈ શકે છે.