શું તમે જાણો છો ? વાલોળ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી અનેક બીમારીઓને નિયંત્રિત કરે છે, કેવી રીતે ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રીપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી.

મોટાભાગના ઘરમાં પાપડી વાલોળ કે વાલોળનું શાક બનતું જ હશે. લોકોએ રીંગણ સાથે કે ઊંધિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. જોકે દરેક ને આ શાક ભાવ ભાવતું નથી. જો તમારા ઘરમાં આ શાક ભાવતું ના હોય તો તેને વાલોળના ફાયદા જણાવજો.

પ્રોટીન, ફાઈબ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળો વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત વાલોળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પણ વાલોળના ઘણાં ફાયદા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

www.mrreporter.in

પાચન અને કોલેસ્ટ્રોલ : પોષકતત્વોથી ભરપૂર વાલોળ એક નહીં અને બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે. ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોળમાં રહેલું છે. જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે. આયર્નથી ભરપૂર હોવાને લીધે એનિમિયામાં પણ મદદગાર સાબિત થાય છે. વાલોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

વજન ઘટે : વધતું વજન આજે ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની ગયું છે. એવામાં લોકો કસરતની સાથે નિયમિત વાલોળનું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. એક કપ વાલળોમાં 187 કેલરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે. એટલે વાલોળ ખાવાથી પેટ ભરેલું લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

રોગપ્રતિકારક  શક્તિ વધે : વાલોળના નિયમિત સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. વાલોળમાં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે.

હાડકાં મજબૂત  બને  : વાલોળ મેંગેનીઝ અને તાંબાથી સમૃદ્ધ છે. જે હાડકાંને થતાં નુકસાને અટકાવે છે. એક રિસર્ચ મુજબ, મેંગેનીઝ અને તાંબાની ખામી હોય તો હાડકાં પર વિપરીત અસર થાય છે અને કેલ્શિયમનું ઉત્સર્જન વધે છે.

હાઈ બ્લડ પ્રેશર કાબુમાં રાખે : વાલોળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખે છે. આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલું છે જે રક્તવાહિકાઓને આરામ આપવામાં ઉપયોગી છે. જેથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. મેગ્નેશિય અને પોટેશિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.