સ્ત્રીઓ ને પ્રેગ્નેન્સીમાં પેટમાં દુખાવો રહે છે ? તેના થી બચવા માટે આ ઉપાય કરો.. આરામ મળશે…વાંચો..

Spread the love

હેલ્થ- મી.રીપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી. 

 

 (૧)પ્રેગ્નેન્સીની શરૂઆતના ત્રણ મહિનામાં એટલે કે 1થી 12 અઠવાડિયા દરમિયાન પેટમાં સામાન્ય દુખાવો થતો રહે છે. કારણકે આ દરમિયાન તમારા શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. તમારું ગર્ભાશય પહોળું થાય છે, લિગમેન્ટ્સ ખેંચાવા લાગે છે, મોર્નિંગ સિકનેસ રહે છે. આ બધાને કારણે પેટમાં દુખાવો થવો સામાન્ય છે.

(૨) પ્રેગ્નેન્સી દરમિયાન ગર્ભાશયનો આકાર મોટો થતો જાય છે તેમ તેમ પેટના અન્ય અંગોની જગ્યા ખસે છે. જેના કારણે જમ્યા વિના જ પેટ ભરેલું હોય તેવું લાગે છે અથવા તો પેટમાં સામાન્ય દુખાવો થાય છે. આ કારણે દુખાવો થવો સામાન્ય બાબત છે.

(૩) કેટલીકવાર  પ્રેગ્નેન્ટ સ્ત્રીને કબજિયાત અને ગેસની તકલીફ થાય છે. આ જ કારણે પ્રેગ્નેન્સી દરમિયાન પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનનું સ્તર વધવા લાગે છે. જેના કારણે આંતરડા સુધી ખોરાક પહોંચવાની પ્રક્રિયા મંદ થઈ જાય છે. આ કારણે પેટમાં ગેસ બને છે અને ઘણીવાર કબજિયાત થઈ જાય છે.

 

ક્યારે જવું જોઈએ ડૉક્ટર પાસે?

જો તમને પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં પીરિયડ્સમાં થતાં દુખાવા જેવો અનુભવ થાય અથવા ક્રેમ્પ્સ આવે અને પોઝિશન બદલવાથી દુખાવો બંધ થઈ જાય તો પરેશાન થવાની જરૂર નથી. પરંતુ પેટમાં ખૂબ જ દુખાવો થાય અને સાથે બ્લિડિંગ પણ થાય અથવા તો પેટના દુખાવા સાથે ઊલટી થાય તો કોઈપણ રિસ્ક લીધા વિના ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ.

પેટમાં દુખાવો ના થાય તે માટે કરો આ ઉપાયો…..

એક સામટું ન જમો

જો તમને ભૂખ લાગી હોય તો એકવારમાં જ ઘણું બધું ના ખાવ. થોડી થોડીવારે ખાવું જોઈએ. પેટ હળવું રહેશે તો પેટમાં ઓછો દુખાવો થશે.

હલવી કસરત કરો

આખા દિવસ દરમિયાન અડધો કલાક કસરત કરવાથી પેટનો દુખાવો થતો નથી. જો કે, આનો અર્થ એ નથી કે તમે ભારે વજન ઉઠાવો. સંતુલિત અને હળવી કસરત કરવી જેથી શરીર એક્ટિવ રહે.

ફાઈબરવાળો ખોરાક લો

એવી ચીજવસ્તુઓ ખાવાનું રાખો જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય. આ સિવાય લીલા શાકભાજી, ફળ વગેરેનું સેવન કરવું જોઈએ. આનાથી પેટ સાફ રહેશે અને કબજિયાત-ગેસની સમસ્યા નહીં થાય.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)