કોરોના ના કારણે ઘરે બેસીને વધી ગયેલા વજનને ઘટાડવા, કબજિયાત-એસિડિટીથી રાહત મેળવવા આ યોગ કરો

www.mrreporter.in

હેલ્થ-મી.રિપોર્ટર , 22મી ઓક્ટોબર. 

કોરોના મહામારીના લીધે છેલ્લા 7-8 મહિનાથી મોટા ભાગના લોકો પોતાના ઘરમાં જ પુરાઈ ગયા છે. કોઈ જગ્યાએ જઈ  શકતા નથી. ઘરમાં બેસી બેસી ઘણા લોકો માનસિક બીમારીથી પીડાઈ રહ્યાં છે. તો ઘણા લોકો ઘરમાં જ ટેસ્ટી ફૂડ અને વાનગીઓ આરોગીને વજન વધારી બેઠા છે. આવા લોકો ને એસિડિટી, કબજિયાત, અને અપચાની સમસ્યાને વધારે છે. આવા લોકો જો યોગ કરે તો ઘણી સમસ્યાથી રાહત મેળવી શકે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અમે આજે યોગ ની બે-ત્રણ ટેકનીક બતાવીશું, જે કરવાથી તમે એસિડિટી, કબજિયાત, અને અપચાની સમસ્યાથી મુક્તિ તો મેળવશો સાથે સાથે તમારા વજન ને પણ ઘટાડીને કન્ટ્રોલમાં રાખશો.

 યોગના આ આસનો છે, યોગ મુદ્રા, પવનમુક્તાસન અને શીતલી પ્રાણાયામ. ચાલો તો આપણે યોગ કરીએ. 
 
 
પવનમુક્તાસન : Pawanmuktasana: <= [Pavanamuktāsana: ]
પવનમુક્તાસન આસાન કરતા થોડી કાળજી લેવી. જેમને પગમાં દુઃખાવો  હોય, હર્નિયા  થયા હોય કે હૃદય ની બીમારી હોય. આવા લોકોએ યોગ ટીચરની સલાહ પર  જ યોગ કરવા. 
www.mrreporter.in
સૌ પ્રથમ પીઠના બળે સૂઈ જવું. બંને પગ ભેગા કરો અને કમરની નજીક સીધા રાખો. ધીમે ધીમે જમણો પગ છાતી તરફ લાવો અને તેને બંને હાથથી પકડો. ફરીથી આવું ડાબા પગ સાથે કરો. ત્યારબાદ બંને પગને એક સાથે વાળીને આ અભ્યાસ કરો. થોડી સેકન્ડ થોભો અને પાછા આવી જાવ.

લાભ  :  પાચન શક્તિ સારી રહે છે. કરોડરજ્જુ માટે ફાયદાકારક છે. કમરના નીચેના ભાગમાં થતો દુખાવો દૂર કરે છે.

શીતલી પ્રાણાયામ : Cold Pranayama: <= [Śītalī prāṇāyāma: ]

શીતલી પ્રાણાયામ આસાન કરતા થોડી કાળજી લેવી. જ્યારે વાતાવરણ વધુ પ્રદુષિત હોય કે વધુ પડતી ઠંડી કે ગરમી હોય. આવા લોકોએ યોગ ટીચરની સલાહ પર  જ યોગ કરવા. 
www.mrreporter.in
ધ્યાન માટે કોઈપણ આસન અથવા સુખાસનમાં બેસો. કરોડરજ્જુ સીધા રાખો. આંખો બંધ અને શરીરને સામાન્ય રાખો. તમારી જીભને મોંમાંથી બહાર કાઢો. જીભની કિનારીને એવી રીતે વાળો કે તેની એક આકૃતિ એક પાઇપ જેવી થઈ જાય. હવે શ્વાસ અંદર લો. ફરીથી જીભને અંદર લઈ લો. મોંને બંધ કરો અને નાક દ્વારા શ્વાસ બહાર કાઢો. આ એક ચક્ર થયું. આ રીતે 8થી 10 ચક્ર કરવા.

લાભ:  શરીર અને મનને ઠંડક પ્રદાન કરે છે. એસિડિટીની સારવારમાં મદદગાર છે. તેનાથી ભૂખ અને તરસ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે. ગુસ્સો ઓછો કરવામાં મદદ કરે છે.

યોગ મુદ્રા : Yoga postures: <= [Yōga mudrā: ]

યોગ મુદ્રા આસાન કરતા થોડી કાળજી લેવી. જેમને પગમાં દુઃખાવો  હોય, હર્નિયા  થયા હોય, તેમણે  યોગ ટીચરની સલાહ પર  જ યોગ કરવા. 
www.mrreporter.in
પદ્માસનમાં બેસો. જે લોકો પદ્માસનમાં નથી બેસી શકતા, તેઓ અર્પદ્માસન અથવા સુખાસનમાં બેસી શકે છે. હવે પીઠના બળે પાછળ એક હાથથી બીજા હાથના કાંડાને પકડી રાખો. શરીરને ધીમે ધીમે આગળની તરફ ઝૂકાવતા તમારા કપાળને જમીન પર લાવવાનો પ્રયાસ કરો. તેને કરતી વખતે શ્વાસ છોડો. થોડીક સેકન્ડ રહીને ધીમે ધીમે શ્વાસ લો અને ત્યારબાદ ફરીથી સામાન્ય સ્થિતિમાં આવી જાવ.

લાભ :  કબજિયાત, અપચો, એસિડિટીથી રાહત આપે છે. પીઠ, કમર અને પેટના સ્નાયુઓ મજબૂત બનાવે છે. પેટ પર વધારાની ચરબીને ઓછી કરવામાં તમારી મદદ કરે છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply