મી.રિપોર્ટર, ૧૮મી ડીસેમ્બર. 

બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને વધુ સારી સર્વિસ અને તેમના નાણાની સુરક્ષા માટે પગલાં લેવાની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે  બેન્કે પોતાનું જુનુ એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) બંધ કરવાની ઘોષણા કરી છે. આ જૂના કાર્ડ મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે. તેના બદલામાં બેન્ક નવા જમાનાના ચિપ વાળા ઇએમવી કાર્ડ આપી રહી છે. બેન્કે પોતાના તમામ ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી કાર્ડ બદલવાની ડેડ લાઇન આપી છે.

જો તમારી પાસે પણ જૂના મેજિસ્ટ્રિપ ડેબિટ કાર્ડ હોય તો તરત જ બદલાવી લેજો કારણ કે જૂના કાર્ડ બંધ થઇ રહ્યાં છે. તેના બદલે ગ્રાહકોએ ઇએમવી ચિપ વાળુ ડેબિટ કાર્ડ લેવું પડશે. તેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 છે.  તમને જણાવી દઇએ કે જો તમે આમ ન કર્યુ તો તમારા જૂના એટીએમથી કોઇપણ કામ નહી કરી શકો કારણ  કે બેન્કોના એટીએમ મશીન તમારા કાર્ડને નહી સ્વીકારે.

જુના કાર્ડને  બદલવા હવે શું કરશો ? 

બેન્ક તરફથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે જૂના એટીએમ કાર્ડ બદલીને તેના બદલે EWVM ચિપ વાળુ ડેબિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. નવા કાર્ડ માટે તમારે ઑનલાઇન બેન્કિંગ દ્વારા અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત બેન્કની બ્રાન્ચમાં જઇને પણ અપ્લાય કરી શકો છો.  બેકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તે સંપૂર્ણપણે બંધ થઇ જશે. 

મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ નથી સુરક્ષિત

જુના ATM અને ડેબિટ કાર્ડની પાછળની બાજુ એક કાળી પટ્ટી જોવા મળે છે. આજ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે. જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી છે. ATMમાં આ કાર્ડ નાખીને પીન નાખ્યા બાદ તમે તમારા નાણાં ઉપાડી શકો છો. ખરીદી માટે આ કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે. જોકે રિઝર્વ બેન્ક અનુસાર, મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ હવે જુની ટેક્નોલોજી થઈ ચુકી છે અને હવે આવા કાર્ડ બનાવવાનું બંધ પણ કરી દેવામાં આવ્યું છે. કારણ કે આ કાર્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. માટે દરેક જુના કાર્ડને હવે નવા ચિપ કાર્ડ સાથે બદલી લોવામાં આવશે.

નવા EMV ચિપ વાળા કાર્ડ વધુ સુરક્ષિત છે

આપને જણાવી દઈએ કે, EMV ચિપ વાળા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ પર એક નાની ચિપ લગાવવામાં આવી છે. જેમાં તેમારા ખાતાની સંપૂર્ણ જાણકારી હશે. આ જાણકારી ઈનક્રિપ્ટેડ હોય છે. જેથી કરીને કોઈ તેના ડેટાને ચોરી ન કરી શકે. EMV ચિપ કાર્ડમાં ટ્રન્જેક્શન વખતે યૂઝર માટે ટ્રાન્જેક્શન ડોક જનરેટ થાય છે. જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડમાં આમ નથી હોતું.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: