મિ.રિપોર્ટર, દેશ-વિદેશ, ૧લી ડીસેમ્બર.
યુરીન અને કમાણી ને કોઈ લેવા દેવા ખરા ? આ પ્રશ્ન સામે બધા જ ના પાડશે. જો તમે પણ કઈક એવું વિચારો છો, જરા થોભજો કેમકે આ વાત સાચી છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક યુવતી તેનું યૂરિન વેચીને ઘરે બેઠાં-બેઠાં જ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. જ્યારે લોકોને એ વાતની ખબર પડી કે આ યુવતીનું યૂરિન ખાસ છે તો લોકો પણ તેનું યૂરિન ખરીદવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે.
કોલેજમાં ભણતી એક યુવતીએ બે વર્ષ પહેલાં એક ઓનલાઈન જાહેરાત આપી હતી. આ જાહેરાતમાં તેણે એવું જણાવ્યું આવ્યું હતું કે, હું 3 મહિનાની ગર્ભવતી છું, જે કોઈપણ મારા પોઝિટિવ પ્રેગનેન્સી ટેસ્ટ અને યૂરિનનો ઉપયોગ પોતાના ‘ખાસ કામ’ માટે કરવા માગે છે. તેને હું મારું યૂરિન આપી શકું છું. યૂરિનના એક અથવા બે ટીપાનો ચાર્જ ૨૫ ડોલર છે. કોલેજીયન યુવતીએ આપેલી વિચિત્ર જાહેરાત ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ. તે પછી તેની પાસે યૂરિન ખરીદવા માગતા લોકોની ભીડ જામી ગઈ. આ યુવતીનું યૂરિન ખરીદવા આવનાર મોટેભાગે યુવતીઓ જ હતી. આ રીતે પોતાનું યૂરિન વેચીને આ યુવતી દરરોજ ૨૦૦ ડોલર એટલે કે ૧૨૦૦૦ રૂપિયાની કમાણી કરતી હતી.
આ યૂરિનનો ઉપયોગ યુવતીઓ પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે કરતી હતી. એમાંય પોઝિટિવ પ્રેગ્નેન્સી ટેસ્ટ જણાવીને છોકરાઓને બ્લેકમેલ કરવાનું કામ કરતી હતી. જે છોકરાઓ યુવતીઓની સાથે લગ્નના ખોટા વચનો આપીને શારીરિક સંબંધો બનાવતા હતા તેવા છોકરાઓને આ રીતે ખરીદેલા યૂરિનનો પોઝિટિવ પ્રેગ્નેન્સી ટેસ્ટ જણાવીને યુવતીઓ દબાણ કરતી હતી. પરંતુ, યૂરિન વેચતી આ યુવતીનું કહેવું છે કે તેનું યૂરિન ખરીદીને લોકો તેનો શું ઉપયોગ કરે છે તેના વિશે તેને કોઈ જ ખ્યાલ નથી પણ તે આવું કરીને લાખો રૂપિયાની કમાણી ચોક્કસ કરી રહી છે.