M.S.U.ની કોમર્સ ફેકલ્ટી ના યુનિટ બિલ્ડિંગ પર વિદ્યાર્થીઓ અંધારામાં ભણે છે ? જુઓ…વિડીયો…

મિ.રિપોર્ટર, ૩જી ડીસેમ્બર, વડોદરા

સર સયાજીરાવ ગાયકવાડ  સ્થાપેલી વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટીની દર વર્ષે લાખો ને કરોડો રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી ફી અને ઈતર પ્રવૃતિના નામે ઉઘરાવે છે. આ પૈસા ઉઘરાવવા પાછળ યુનિ.ના સતાધીશો વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા સહિત સ્માર્ટ ટેકનોલોજીવાળી  સુવિધા આપવા માટે કરે છે તેવો દાવો કરે છે. જોકે એમ.એસ.યુનિવર્સીટીના દાવાને પોકળ બનાવતી અનેક ઘટનાઓ યુનિ.માં બની રહી છે. જેમાં યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્માર્ટ ટેકનોલોજી વાળી સુવિધા તો ઠીક પણ ને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. આ સુવિધાના અભાવે કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ લાઈટ વગર જ અંધારામાં ભણવા માટે મજબુર બન્યા છે. 

શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. સાંજે પાંચ પછી તો અંધારું થવા લાગે છે. આ વાસ્તવિકતાની ખબર હોવા છતાં પણ એમ.એસ.યુનિવર્સીટીની સતાધીશોની નજર  સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓ તરફ ગઈ નથી.  સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગના કેટલાક વર્ગખંડોમાં તેમજ લોબી-પેસેજમાં લાઈટ ન હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. વિદ્યાર્થીઓ અંધારામાં ભણવા માટે લાચાર બન્યા છે. એટલુજ જ નહિ જ્યાં લાઈટો છે, ત્યાં માંડ અજવાળું આવે છે. આવામાં વિદ્યાર્થિનીઓ ભણી રહી છે. અંધારાનો લાભ લઈને કોઈ અસામાજિક તત્વ કે માથાભારે વિદ્યાર્થી કોઈ ઘટનાને અંજામ આપે તો તેની જવાબદારી કોણ લેશે ? શું યુનિ. સત્તાધીશો કોઈ અપ્રિય ઘટના બનવાની રાહ જોઇને બેઠા છે ? લાખોનું ઉઘરાવેલ ફંડ શું પોતાની ઓફીસના રીનોવેશન અને તેણે વાતાનુકુલિત કરવા માટે જ વાપરવાનું ? વિદ્યાર્થીઓનો કોઈ હક નથી ? ક્યાં ગયું યુનિવર્સીટી સતાધીશોનો પારદર્શક વહીવટ અને ઓડીટ કરાવવાની જાહેરાત નું ? આવા અનેક પ્રશ્નો યુનિ. સતાધીશોની ક્રેડિબીલિટી સામે જ સવાલ ઉભા કરી રહ્યા છે.