મિ.રિપોર્ટર, ૪થી ડીસેમ્બર.
જો તમારા મેલ પાર્ટનર દ્વારા કોન્ડમનો ઉપયોગ કરવામાં ના આવતો હોય અને તમે પોતે પણ સાઈડઈફેક્ટના કારણે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું ટાળતા હોવ તો તમારા માટે એક ખુશખબરી આપે તેવા સમાચાર છે. ખુશખબરી આપે તેવા સમાચાર એ છે કે, વૈજ્ઞાનિકોએ પુરોષ માટે ગર્ભનિરોધક તૈયાર કર્યું છે. પોપ્યુલેશન કાઉન્સિલ અને NIHના યુનિસ કેનેડી શ્રિવરે એક એવા જેલની શોધ કરી છે. જેનો ઉપયોગ કરવાથી પુરુષોના સ્પર્મની સંખ્યાને ઘટાડી દે છે. જોકે આ ઉપાય માત્ર ટેમ્પરરી છે.
પુરોષ માટે ગર્ભનિરોધક તૈયાર કરવાના પ્રોગ્રામનું સંચાનલ કરનારા ડૉ. ડાયના બ્લીથ કહે છે કે, ઘણી મહિલાઓ હોર્મોનલ ગર્ભનિરોધકનો ઉપયોગ કરી શકતી નથી. હાલ પુરુષ ગર્ભનિરોધક માત્ર કૉન્ડમ અને નસબંધી સુધી સીમિત છે. એવામાં આ જેલ પુરુષ ગર્ભનિરોધક ક્ષેત્ર માટે અસરદાર છે અને સારો રસ્તો છે, જે પબ્લિક હેલ્થ સાથે જોડાયેલી મહત્વની ત્રુટીને પૂર્ણ કરે છે. હાલમાં આ જેલનું નામ NES/T રાખવામાં આવ્યું છે. જે પુરુષોની પીઠ અને ખભા પર લગાવવાનું છે. તે પછી આ જેલ સ્કિન દ્વારા એબ્ઝોર્બ થઈ જાય છે અને અસર બતાવે છે. આ જેલને બનાવવામાં ટેસ્ટોસ્ટોરેનની સાથે સેજેસ્ટેરોન નામના કમ્પાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.