એકાદ ફિલ્મ ચાલી જવાથી ગુજરાતી ફિલ્મોનો નવો યુગ શરુ થતો નથી : ૬ કરોડની વસ્તીને ગમે તેવી ફિલ્મો બનવી જોઈએ : સિદ્ધાર્થ રાંદેરિયા

Spread the love

મિ.રિપોર્ટર, ૩૦મી જાન્યુઆરી. 

ગુજરાતી ફિલ્મોનો નવો દોર કે યુગ થયો હોવાની વાત જે ચાલી રહી છે. તે તદ્દન ખોટી છે. મારે ભારે અફસોસ સાથે કેવું પડે છે કે ગુજરાતી ફિલ્મોનો નવો કોઈ યુગ શરુ થયો નથી. વર્ષે ૬૦ થી ૭૦ ફિલ્મો બનતી હોય ત્યાં માંડ ૩ થી ૪ ચાર ચાલે. એમાં પણ બિઝનેશની વાત કરીએ તો એકાદ જ ફિલ્મનો થાય. આપડે રીજીયોનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો પંજાબી અને મરાઠી ફિલ્મો મોટા બજેટની બનાવા લાગી છે. પંજાબીમાં તો ૫૦ કરોડ સુધીની ફિલ્મો બને છે. ગુજરતી માટે  આ બાબત હજી ઘણી દુર દેખાય છે એમ ગુજરાતી નાટકો અને ફિલ્મોના બેસ્ટ કોમેડિયન કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ  અત્રે જણાવ્યું હતું.

૧લી ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઇ રહેલી પોતાની આગામી ફિલ્મ ” ચાલ જીવી લઈએ”  પ્રમોશન માટે વડોદરામાં આવેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિન્દીની નબળી ફિલ્મ પણ ગુજરાતમાં ચાલી જાય છે. કરોડોનો બિઝનેશ કરે છે, જયારે આપડી ગુજરતી ફિલ્મ પ્રત્યે ઓરમાનભર્યું વર્તન કરીએ છે. આ દુર થવું જોઈએ. જયારે ફિલ્મના અન્ય મુખ્ય કલાકાર યશ સોનીએ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ફિલ્મમાં કામ કરવાની ખુબ જ મઝા આવી. તેઓ સૌથી વધુ મસ્તીખોર છે અને કોમેડીમાં તેમનું ગજબનું ટાઈમિંગ છે. તે અમને પ્રભાવિત કરી દે છે. …ફિલ્મ ” ચાલ જીવી લઈએ” અંગેના કલાકારોનો સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોવા માંગતા હોવ તો નીચે કિલક કરો.