સુરત, મિ.રિપોર્ટર, ૧૧મી જાન્યુઆરી

મકરસક્રાંતિ-ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ શહેરના ટુ-વ્હિલર વાહનચાલકો નું ટેન્શન વધી જાય છે. ખાસ કરીને અચાનક જ વાહન પર લટકી આવતી ધારધાર દોરી અને તેના લીધે ગાળા કપાવવા તથા વાહન પર થી પાડી જવા જેવી અનેક ઈજાને લઈને શહેરીજનો ભારે ચિંતત છે. તેમની આ ચિંતાને ધ્યાનમાં રાખીને અને કાતિલ દોરીથી બચવા માટે સુરત પોલીસે ઉત્તરાયણના બે દિવસ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલર વાહન ચાલકો પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉત્તરાણના તહેવારમાં કાચના પાઉડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા માંજા-દોરીને કારણે અનેક અકસ્માતો થાય છે. જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર વાહનચાલકો હોય છે. આવા અકસ્માતથી શહેરીજનોને બચાવવા માટે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે તારીખ 14 અને 15 જાન્યુઆરી બે દિવસ શહેરના તમામ  ફલાય ઓવરબ્રિજ ઉપર બંને સાઈડથી ટુ-વ્હિલર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ નિમયનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાવધાની પૂર્વક ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: