પત્ની કરીના મને કિસ કરવા દેતી નથી ? : લગ્નના 8 વર્ષ પછી સૈફ અલીનો ચોકાવનારો ખુલાસો, વાંચો કેમ ?

Spread the love

મુંબઈ, મિ.રિપોર્ટર, ૨૮મી ડીસેમ્બર. 

બોલિવૂડની સ્ટાર હોટ કપલ  સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને ઓક્ટોબર 2012 માં લાંબા અફેર પછી લગ્ન કરી લીધા હતા. હવે સૈફે લગ્નના 8 વર્ષ પછી જે ખુલાસો કર્યો છે તે સૌ કોઈને ચોંકાવી દેશે. બોલિવૂડના નવાબના નામે જાણીતા સૈફ અલી ખાને કહ્યું છે કે, તેની પત્ની કરીના કપૂર હવે તેને કિસ નથી કરવા દેતી. જોકે, લોકોએ આ વાતને મજાક બનાવવાનું શરુ કર્યું છે, પણ આ હકીકત છે.

શા માટે કરીનાએ સૈફને કિસ કરવાની ના પાડી ? 

સૈફે પોતાની અંગત વાતને લોકો સમક્ષ મૂકીને કહ્યું છે કે, તે વેબ સીરિઝ માટે દાઢી વધારી રહ્યો હતો. જેના કારણે કરીનાને કિસ કરતી વખતે વાળ ખૂંચતા હતા. સૈફે માત્ર કરીના જ નહિ પણ પુત્ર તૈમુર માટે ચોકાવનારો ખુલાસો કરતા જણાવ્યું  કે,  પત્ની કરીના કપૂર જ નહીં પણ દીકરો તૈમુર પણ તેના ચહેરા પર કિસ નહોતો કરતો. સૈફના જણાવ્યા પ્રમાણે તૈમૂર સૈફના હાથ પર કિસ કરતો હતો. કિસ કરવા માટે તૈમૂર સૈફના ગાલ સુધી આવતો હતો અને પછી પાછો જતો રહેતો હતો.સૈફે પોતાની અંગત વાતોને જાહેર કરીને સૌ કોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 

This slideshow requires JavaScript.