કોઈ પર્સનલ લાઈફ પર તું મને સવાલ નહિ પૂછે, મારી લાઈફમાં હીરો બનવાની કોશિશ પણ ના કરતો : તનુશ્રી

Spread the love

 

 ( અંક-૨ માં વાંચ્યું….બાલ્કની માં ગયો સિગરેટ સળગાવી, પણ મનમાં તનુશ્રી ના વિચારો ચાલતા રહ્યા. તેની હલકી ખુશ્બુ મને મહેસુસ થતી અને મારી આંખો બંધ થઇ જતી. આમ કરતા કરતા મને ક્યારે આંખ લાગી ગઈ મને ખબર જ ના પડી..હવે અંક-૩) 

(ત્રીજા દિવસે) સવારે થોડો મોડો ઉઠ્યો પણ બહુજ ફ્રેશ હતો. ફટાફટ નાહી લીધું અને પાછા કોલેજ જઈ કામે લાગી ગયા. પણ, આજે કામ માં મન લાગ્યું નહિ, વારે ઘડીએ ઘડિયાળ જોતો રહ્યો, બસ ત્રણ ક્યારે વાગે????? જેમ તેમ ત્રણ વગાડ્યા ને કેન્ટીન પોહચી ગયો. તનુશ્રી પણ ત્યાં જ હતી. અમે બંને ચેર પર બેસી ગયા અને વાતો કરવા લાગ્યા. અમારી બાજુ માં કોલેજ ના વિદ્યાર્થીઓ નું ગ્રુપ બેઠું હતું તેમાંથી કોઈની બર્થડે હોઈ કેક કાપી વિશ કરી બર્થડે બમ્પ્સ મારવા લાગ્યા અને ધમાલ મચાવી દીધી.

આ બધું જોઈ તનુશ્રી બોલી “જલસા છે આલોકોને !!! નહિ?????”

હું તેની સામે જોઈ બોલ્યો : “કેમ તને શું દુખ છે ??? તને પણ જલસા જ છે ને !!!!! તને જોઈ એવું લાગે છે હજી તો ઘણું બધું જીવવાનું બાકી છે !!”
આ સાંભળી તે સીરીયસ થઈ :” ના એવું બિલકુલ નથી, કાંઈ બાકી નથી, હા….. પૂરું જરૂર થઇ ગયું છે”
હવે હું પણ ગંભીર મુદ્રા માં આવી ગયો, અને થોડી ચિંતા વ્યક્ત કરતા બોલ્યો :”કેમ એવું શું થયું???”
“…..મારું… લગ્ન થઇ ગયું છે…પણ.. અમે સાથે નથી રેહતા…….બસ…” આટલું બોલી તેને મો ફેરવી દીધું.

“તનુશ્રી, પ્લીઝ તનુશ્રી..મારી વાત સાંભળ” મેં તેને વાત આગળ વધારવા કહ્યું..
તેને તેના બંને હાથની હથેલી તેના ચેહરા મૂકી અને મને કહ્યું :”મારે આ વિષે કોઈ વાત નથી કરવી, બસ એટલું જાણી લે હું મારા મન ને ભણવા માં પરોવી એન્ગેજ રાખવા માંગું છું. આઈ એમ કિલિંગ થે ટાઇમ, આઈ એમ નોટ લીવીંગ ઈટ…. એક કામ કરીએ કે આપણે… પ્લીઝ… ટોપિક ચેન્જ કરી શકીએ ??”

આમ તેને ટોપિક ચેન્જ પર ભાર મુક્યો એટલે વધારે ચર્ચા કરવાનો અર્થ નહતો એટલે મેં તેને પૂછ્યું :” ચલ છોડ…., તું તો અહી બહુ ટાઇમ થી રહે છે, બરોબર…., શું કોઈ નજીક માં જગ્યા છે ત્યાં એક બે કલાક સરસ રીતી વીતી જાય ?”

તેને પર્સ માંથી રૂમાલ કાઢ્યો અને મો પર ફરવતા બોલી “છેને, કેમ નહી ? દસેક કિલોમીટર દુર એક બીચ છે. બોલ તું મારી સાથે આવવા માંગતો હોય તો બોલ?”
આમ અચાનક બહાર ફરવા જવાની વાત સાંભળી અને તેના સાથે જવા નો મોકો સમઝી મેં તેને તરતજ “હા” પાડી
તેને પણ તરતજ શરત મૂકી :”કોઈ પર્સનલ લાઈફ પર તું મને સવાલ નહિ પૂછે, અને મારી લાઈફ માં હીરો બનવાની કોશિશ પણ ના કરતો”
મેં પણ તેને મજાક માં કહી દીધું :”હીરો નહિ તો વિલન બનું તો ચાલશે ??”
તેનો મુડ હવે સારો થઇ ગયો હતો. તેને પણ જવાબ મને દઈ દિધો :”વિલન તો બિલકુલ નહિ ચાલે”
“તો કાલે નક્કી બીચ પર જઈએ …. બરોબર..??”
“હા, બરોબર..નક્કી …..“
આમ અમે આવતી કાલે બીચ પર જવાનું નક્કી કરી હસતા હસતા છુટા પડ્યા.

અમે ઓફીસ મિત્રો પાછા ભેગા થયા અમારું કામ પૂરું થઇ ગયું હતું હવે બસ ડેટા ભેગો કરી રિપોર્ટ રેડી કરવાનો હતો. તે અમે ચારેએ બે કલાક માં પતાવી નાખ્યો અને ચારેય ની સહી કરી તૈયાર કરી દિધો. હવે અમારે આગલા દિવસે ફક્ત કોલેજ સુપરીન્ટેન્ડન્ટ ની તે રીપોર્ટ પર સહી લેવાની બાકી હતી. બાકી અમારું કામ પૂરું થઇ ગયું હતું.

ચોથા દિવસે સવારે ૧૧ વાગે કોલેજ સુપરીન્ટેન્ડન્ટ ની ઓફીસ માં જઈ તેમની સહી લીધી. એક બીજા નો અભાર વ્યક્ત કર્યો અને આમ પંદરેક મિનીટ માં અમારું કામ પૂરું થઇ ગયું. પછી અમે ડાયનીંગ હોલ માં લંચ લેવા ગયા ત્યાં મેં તનુશ્રી સાથે બીચ પર જવાનું હોવાથી ઓફીસ મિત્રો ને બહાનું કાઢ્યું કે મારે મારા એક સંબંધી અહી નવસારી માં રહે છે તેને ત્યાં જવાનું છે, તો હું તેમને મળી ને પાંચેક વાગે આવી જવું છું. તેમને કોઈ આપત્તિ હતી નહી એટલે મને જવા કીધું. હું ફટાફટ રૂમ માં આવ્યો તૈયાર થયો અને કેન્ટીન તરફ લોન પર ચાલતો ચાલતો નીકળ્યો. તેટલી વારમાં ફોન પર રીંગ વાગી, મેં ગજવા માંથી ફોન કાઢ્યો અને જોયું તો “રેખા વાઈફ” લખ્યું હતું. મારી ધડકન તેજ થઇ ગઈ. મેં તરતજ ફોન ઉપાડ્યો અને સામે થી અવાજ આવ્યો: હાય, કેમ છો?””

મેં તૂટતા તૂટતા સ્વરો માં કીધું :” બ..સ…. મઝા…માં, બીજું શું?”

સામે થી રેખાનો અવાજ સ્હેજ કડક થયો :”અમારા વગર ??? અને મઝામાં ?”

“ના બસ, એ…એ…મજ”

રેખા ફરિયાદ કરતા બોલી :”ચાર દિવસ માં એક્કેય ફોન નહિ???

ખબર પણ પૂછી નહિ???, તમારા છોકરા ને પણ ભૂલી ગયા ??”
હું ફોન ને બીજા કાન પર લગાડતા બોલ્યો : “ના યાર….એવું તો કાઈ હોય??????

બસ કામ જ એટલું હતું કે ના પૂછ”
રેખાના અવાજ માં અચાનક સરળતા આવી ગઈ :” ખરું કહું તો તમારા વગર આ ઘર ખાવા દોડે છે, તમે નથી હોતા તો આ ઘર સુનું લાગે છે, તમારા વગર આ તમારો છોકરો પણ જાણે મૂંગો થઇ જાય છે”

મને કાપો તો લોહી ના નીકળે તેવી મારી હાલત થઇ ગઈ:”બસ, ડાર્લિંગ રાત્રે તો ઘરે પોહચી જઈશું”
રેખા બોલી :”જલ્દી આવી જાવ, નહીતો અમને સાથે લઇ જાવ, તમારા વગર અહી બધું નકામું લાગે છે”
આ સાંભળી મારી આંખો લગભગ ભરાઈ આવી. મારો અવાજ સ્હેજ બદલાઈ ગયો. બદલાયેલા સુરે મેં જવાબ માં તેને કીધું :”ચલ, બાય હું જલ્દી ઘરે આવું છું” તેને મને બાય કહી ફોન મૂકી દિધો….( ક્રમશઃ )